રવીન્દ્રનાથ-એક કવિનું શબ્દચિત્ર/5: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 16: Line 16:
‘દ્રાક્ષ’ અને ‘સુહાગરાતસેજ’માં શૃંગારપ્રધાન રણકો છે અને ‘રંગ’ તેમ જ ‘છંદ’ નિ:શંક કવિતા પ્રતિ અંગુલિનિર્દેશ કરે છે. પણ આ અવાજ એક નિષ્ઠાપૂર્ણ પત્નીનો છે જે પોતાના સ્વામીને પ્રસન્ન કરવા બધું જ કરી છૂટી છે અને તેને ભય છે કે કાંઈક ક્ષતિ રહી ગઈ હશે.<ref>ઍડવર્ડ થોમ્પ્સનને લાગતું હતું કે ‘રવીન્દ્રનાથનાં આ બધાં અંત:પુરનાં દૃશ્યો - સુહાગરાત્રિ ઈત્યાદિ - માં એક કોહવાટની વાસ વર્તાય છે.’ તે આગળ કહે છે, ‘રવીન્દ્રનાથ એક વાર સરસ રીતે વપરાયેલી વસ્તુથી સંતુષ્ટ ન રહેતા અને તેમનાં દૃશ્યો સતત વપરાશને કારણે ઘસાઈ જતાં.’ આ વિધાનમાં રહેલા સત્યને સ્વીકારવું જ રહ્યું. ‘ચિત્રા’માં ‘સુહાગરાત્રિ’નો ઉપયોગ વધુ પડતો છે પણ થોમ્પ્સન કહે છે તેમ ‘શોનાર તરી’માં નથી. ‘સુહાગરાત્રિ’ના દૃશ્યનો ઉપયોગ રવીન્દ્રનાથે છોડી દીધો હતો અને ‘ખેયા’ અને ‘ગીતાંજલિ’માં તે ભાગ્યે જ જોવા મળે છે.</ref> આશ્ચર્યની વાત એ છે કે રૂપકો મિશ્રિત જણાય છે; એક તરફ પ્રિયતમ ‘બેઠો પોતાના સિંહાસને’, જેથી તે એક દૂર બેઠેલી કે અલગ વ્યક્તિ લાગે તેમ જ તે એક કવિ, સંવાદિતાનો સ્રોત અને માલિક, બંને લાગે; બીજી તરફ તે સૌથી વધુ અંગત વ્યક્તિ છે - જીવનનો નાથ - જેની સાથેના ‘લગ્ન’ને કારણે તો અસ્તિત્વ અર્થપૂર્ણ બને છે. અંતિમ ચરણમાં પત્ની પૂછે છે:

‘શિથિલ થતાં બાહુબંધન મદિરાવિહીન મમ ચુંબન, જીવનકુંજે અભિસારનિશા આજે કેમ થતું પ્રભાત? નૂતન કરો ફરી એક વાર ચિરપુરાતન મને નૂતન વિવાહે બાંધો મને નવીન જીવનદોરે.’
:‘શિથિલ થતાં બાહુબંધન મદિરાવિહીન મમ ચુંબન, જીવનકુંજે અભિસારનિશા આજે કેમ થતું પ્રભાત? નૂતન કરો ફરી એક વાર ચિરપુરાતન મને નૂતન વિવાહે બાંધો મને નવીન જીવનદોરે.’

આ વૈવાહિક સંબંધમાં ક્યારેય શ્રાંતિને સ્થાન હોતું જ નથી; તેનું નવીનીકરણ, તેનો કાયાકલ્પ, તેનો જીર્ણોદ્ધાર સદા થતો જ રહે છે.
:આ વૈવાહિક સંબંધમાં ક્યારેય શ્રાંતિને સ્થાન હોતું જ નથી; તેનું નવીનીકરણ, તેનો કાયાકલ્પ, તેનો જીર્ણોદ્ધાર સદા થતો જ રહે છે.

આપણે એમ કહી શકીએ કે આ કાવ્યમાં પહેલી જ વાર રવીન્દ્રનાથે નામ પાડ્યા વિના તેમના ઈશ્વરને સીધેસીધા સંબોધ્યા? તેમ હોય તો પણ એમ માનવાને કારણ નથી કે હવે રવીન્દ્રનાથ ઈશ્વર સુધી ‘પહોંચી’ ગયા છે કારણ તે ક્યારેય ‘પહોંચતા’ નથી પણ તેમના પ્રેમપાત્રોની વચ્ચે હરતાફરતા, જતા આવતા રહે છે. તેમની અને રહસ્યવાદીઓ વચ્ચે સાદૃશ્ય સામ્ય હોવા છતાં આ ફરક પણ છે તે આપણે નોંધવું રહ્યું. રવીન્દ્રનાથ ઉપર વૈષ્ણવોની અસર સીધી હતી અને તેને વિષે ઘણું લખાયું છે. પણ રવીન્દ્રનાથનો પ્રકૃતિ પ્રત્યેનો ભાવ અને તેમની કવિતાને વ્યવસાય તરીકે જોવાની દૃષ્ટિ - આ બે નવા અને આધુનિક મુદ્દાને કારણે તેમનો ઈશ્વર વૈષ્ણવોના ઈશ્વર કરતાં વધુ જટિલ અને ઓછો વાસ્તવિક બને છે. તદુપરાંત ઘણા વિદ્વાનો એમ માને છે વૈષ્ણવ કવિતાને સમજવા માટે વૈષ્ણવ ફિલસૂફીનું જ્ઞાન હોવું આવશ્યક છે. મારા જેવા, ફિલસૂફીથી અજ્ઞાત માણસો માટે સખેદ નોંધવું ઘટે કે કવિએ એક ગૂઢ સિદ્ધાંત માટે તેના વાચકોના જ્ઞાન ઉપર આધાર રાખવો પડે છે. પણ રવીન્દ્રનાથ કોઈ ફિલસૂફ કવિ નથી અને તે હતા તેમ સાબિત કરવાના પ્રયત્નથી આપણે તેમની કોઈ સેવા કરવાના નથી. તેમની નિખાલસતા અને સહજ નિરૂપણમાં જ તેમની શક્તિ છે. તમે આસ્તિક, અજ્ઞેયવાદી કે નાસ્તિક હો, તમને તેમની કવિતામાં ભાવભર્યું નિમંત્રણ છે. તેમની માન્યતાનું વિશ્લેષણ કરતાં જણાશે કે તેમનામાં ઉપનિષદ અને વૈષ્ણવ તત્વોનું મિશ્રણ છે. એક અને અનેક વચ્ચેની તેમની ગતિશીલતા, કલાત્મકતા અને શ્રેષ્ઠ સૌંદર્યમીમાંસા - આ તેમની નવી, નોંધનીય અને આગવી લાક્ષણિકતાઓ છે જેનાથી તેમના આ વિરોધાભાસી તત્વો વચ્ચે સમતુલન જળવાઈ રહે છે.  