રવીન્દ્રનાથ-એક કવિનું શબ્દચિત્ર/5: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 44: Line 44:
હમણાંથી રવીન્દ્રનાથની માનવતા પર ભાર મૂકાય છે અને એમના ઈશ્વર માટે થોડી શરમની લાગણી અનુભવાય છે. ‘રવીન્દ્રનાથે ઈશ્વર વિશે લખ્યું હતું એ સાચું, પણ ચાલો એમના બીજા કામોની પણ વાત કરીએ.’ આવો અભિગમ હાલમાં જોવામાં આવે છે. જે ફિલસૂફીના ધુમાડામાં તેઓ સારો એવો સમય લપેટાયેલા રહ્યા હતા તેનો આ સ્વાભાવિક પ્રત્યાઘાત હોઈ શકે. છતાં એમના ઈશ્વર વિનાની રવીન્દ્રનાથની પ્રતિભા ઘણી ઝાંખી થઈ જાય. આ વિધાનને એમની અંગત માન્યતા સાથે કોઈ જ સંબંધ નથી તેમ જ હું એમ પણ નથી માનતો કે તે એક અલૌકિક પ્રકાશ પામેલા આત્મા હતા. પાશ્ચાત્ય અર્થમાં કે ભારતીય સંદર્ભમાં જેને રહસ્યવાદી કહેવાય છે તે અર્થમાં રવીન્દ્રનાથ ધાર્મિક કવિ કહેવાય કે કેમ તે અંગે મને શંકા છે. દાંતે જેને ‘પરમ’ અથવા ‘પૂર્ણ’ કહે છે કે ઉપનિષદો જેને ‘સાર’ કહે છે (જેમાં આપણે આપણું અસ્તિત્વ કે વ્યક્તિત્વ ભેળવી દેવું જોઈએ) તે બેમાંથી એકે રવીન્દ્રનાથના ઈશ્વર સાથે સુસંગત નથી. હોલ્ડરલિન કહે છે કે જેણે ઈશ્વરને જોયા હોય તેણે મૃત્યુને ભેટવું જ રહ્યું. રવીન્દ્રનાથનું મંતવ્ય આનાથી સાવ વિરુદ્ધ કહી શકાય. ઈશ્વરને જોવા સાથે એમને કોઈ જ નિસ્બત નથી. ‘માનસી’થી ‘ગીતાંજલિ’ સુધીના સર્જનોમાં એમણે ઈશ્વરની પ્રતીક્ષાને પોતાનું કર્તવ્ય બનાવ્યું છે. ‘ડાકઘર’ના અમલની માફક એમનું કામ છે પ્રતીક્ષા કરવાનું અને ઈશ્વર સિવાય બીજા કોની પ્રતીક્ષા કરી શકાય? આ પ્રતીક્ષા પરસ્પર છે કારણ ઈશ્વર પણ નિદ્રાહીન છે, આગળ જોયેલી શરમાળ કન્યાની જેમ. તેને પણ મનુષ્યના પ્રેમની આવશ્યકતા છે અને માટે જ તે માણસને બોલાવે છે ‘રાત્રિના અંધકારમાં’ (‘ગીતાંજલિ’નાં કાવ્ય નં. ૨૭ અને ૩૨). મિલનની ઘડી વિરલ અને ક્ષણિક હોય છે. કાગળો અને સંદેશા વધુ આવે છે અને અતિથિ ઓછા. એવો પણ અણસાર મળે છે કે કાગળ અને સંદેશાનું મૂલ્ય ઓછું નથી. ભાર મૂકાયો છે કામના ને વિયોગ ઉપર, ખાતરી વિનાની આશા ઉપર અને અપૂર્ણ રહી શકે તેવા વચનો ઉપર. આ વચનો પ્રિય છે કારણ કે તે ‘સુદૂર’ના છે. માનવીય અનુભવો આ માનવ અને ઈશ્વર વચ્ચેની લીલાના પ્રતીક છે અને માટે જ જીવન અને મૃત્યુ અર્થપૂર્ણ બને છે. પોતાના ઈશ્વર પાસેથી રવીન્દ્રનાથ આપણને પાછા મોકલે છે આપણા જીવનમાં - આપણા નશ્વર જીવનના દરિદ્ર, નાજુક અને આશાવિહીન પ્રેમ પ્રતિ. આ પરિવર્તન સહેલું છે પણ તેઓ એનાથી અપણને અને આપણા પ્રેમને એકબીજા માટે વધુ લાયક બનાવે છે. એમને માટે આ જીવન એક પુસ્તક છે જેના પ્રત્યેક પાના પર ઈશ્વરના હસ્તાક્ષર છે અને આપણે તે હસ્તાક્ષરને ઓળખવાના છે અને તેને ઉકેલીને વાંચવાના છે. માણસ, જગત અને ઈશ્વર એમનાં કાવ્યોમાં પ્રવેશીને પરસ્પર અંગત અને મર્મભેદક સંબંધ બાંધે છે. ઈશ્વરીય આનંદ નહીં પણ માણસ અને ઈશ્વર જેમાં સહભાગી હોય તેવો સનાતન આનંદ - સરકતો, નજર નાંખતો, વેધક અને પ્રક્ષુબ્ધ આનંદ - રવીન્દ્રનાથ સિવાય બીજા કોઈ પણ કવિ આપી શકે તેમ હું નથી માનતો. રવીન્દ્રનાથ જ્યારે આ સંબંધને બાહ્ય સ્વરૂપ આપવાનો પ્રયત્ન કરે છે ત્યારે તેમાં સંપૂર્ણ સફળતા મળતી નથી<ref>હું ‘ડાકઘર’ અને ‘રાજા’ જેવા નાટકોની વાત કરું છું. એક લાગણીપૂર્વક ઘેરી વળતું અને નાજુક અને બીજું વધુ સાહસિક પણ ઓછું સંતોષકારક. ‘ડાકઘર’માં એક સ્પર્શી જતું આવરણ છે પણ તે કરુણ નથી કારણ કે તે નક્કર નથી અને બાળક પાત્રો પર આધારિત છે. ‘રાજા’નો આરંભ સરસ છે પણ ગીતો, મેદનીનાં દૃશ્યો અને સર્વવ્યાપી ઠાકુરદાદા તેના અવરોધક છે. જ્યારે હેતુ સિદ્ધ કરવાનો સમય આવે છે ત્યારે જણાય છે કે જેના પર આધાર રાખ્યો છે તે યંત્ર તો તકલાદી છે અને પછીના ‘પાપ’ અને ‘પ્રાયશ્ચિત’ ગળે નથી ઉતરતા.</ref> પણ અતિરેક કે આભૂષણો વિનાની, નિર્મળ, તીક્ષ્ણ અને અખંડ ગીતોની ક્ષણોમાં તે જીવંત થઈ ઊઠે છે. આને કારણે રવીન્દ્રનાથ જગત કવિઓ વચ્ચે પોતાનું સન્માનીય સ્થાન પ્રસ્થાપિત કરે છે. જ્યાં સુધી એમની ભાષા ટકશે ત્યાં સુધી તેમનાં શ્રેષ્ઠ કાવ્યોમાંનું એમનું ભાષા પરનું પ્રભુત્વ એક વિસ્મયનો વિષય બની રહેશે.

{{Poem2Close}}
{{Poem2Close}}
<center>&#9724;</center>

Navigation menu