રવીન્દ્રપર્વ/૧૦૩. કાર બાઁશિ નિશિભોરે

૧૦૩. કાર બાઁશિ નિશિભોરે

કોની બંસી રાત પૂરી થતાં મારા પ્રાણે બજી ઊઠી? દિગન્તે અરુણના કિરણની કળીઓ ફૂટી રહી છે. શરદના પ્રકાશમાં સુન્દર આવે છે. ધરણીની આંખ ઝાકળમાં તરી રહી છે. હૃદયના કુંજવનમાં મધુર શેફાલિકા મંજરિત થઈ ઊઠી છે. (ગીત-પંચશતી)