રવીન્દ્રપર્વ/૮૩. ઓગો નદી, આપન વેગે

૮૩. ઓગો નદી, આપન વેગે

હે નદી, તું તારા વેગથી ઉન્મત્ત જેવી બની ગઈ છે, હું સ્તબ્ધ ચંપાનું વૃક્ષ સુગન્ધને કારણે તન્દ્રાહીન છું. હું સદા અચલ રહું છું. મારી ગભીર ગતિને હું ગુપ્ત રાખું છું. મારી ગતિ નવીન પર્ણોમાં છે. મારી ગતિ ફૂલની ધારામાં છે. હે નદી, તારા વેગથી જ તું ઉન્મત્ત જેવી, અનેક માર્ગે બહાર દોડી જઈને તું તને જ ખોઈ બેસે છે. મારી ગતિ વિશે તો કશું જ કહી શકાય નહીં. એ તો પ્રાણની પ્રકાશ તરફની ગતિ. આકાશ એનો આનંદ ઓળખે ને બીજો જાણે રાત્રિનો નીરવ તારો. (ગીત-પંચશતી)