વસુધા/એક સવારે

એક સવારે

એક સવારે આવી
મુજને કોણ ગયું ઝબકાવી?

વસંતની ફુલમાળા પ્હેરી,
કોકિલની લઈ બંસી,
પરાગની પાવડીએ આવી,
કોણ ગયું ઉર પેસી? મુજનેo

કિરણ તણી કોમળ અંગુલિએ
રમ્ય રચી રંગોળી
સોનલ એના સ્નેહસુહાગે
કોણ રહ્યું ઝબકોળી? મુજનેo