સાહિત્યિક સંરસન — ૩/વિજય સોની: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} <br> <center><big><big><big><span style="color: red">'''++ વિજય સોની ++ '''</span></big></big></big></center> <br> <center>{{color|blue|<big>'''માણેકચોકની ચકલી — '''</big>}}</center> <br> <hr> {{Poem2Open}} મોટો ચાર દિવસ માટે બહારગામ ગયો હતો. હું દુકાનમાં એકલો હતો. હું ખુરશીમાં બેઠો બેઠ...")
 
No edit summary
Line 13: Line 13:
-"ના…" મારે એટલું જ બોલવું હતું પણ, "દે ગયા હોતા તો મેં તુજે ફોન ન કરતા?" મેં સામું લવ્વું ભર્યું.

-"સાલા ચુતિયા"  ઠાકુર થાકેલા અવાજે ગુસ્સામાં બોલ્યો. એણે ફોન મૂકી દીધો.

મને એના ગુસ્સાવાળા ચહેરાની કલ્પના આવી. મને લાગ્યું કે જાણે કોઇએ મને ગાળ દીધી છે. જો એણે આગળ બીજી કોઇક વાત કરી હોત તો કદાચ  મને એવું ન લાગત. કોઈ એકલી ગાળ દે છે તો વધારે ખરાબ લાગે છે. મેં પણ ચુતિયો કહીને ફોન પછાડ્યો. મને ફરી ખોવાઈ ગયેલો સોનાનો રવો યાદ આવ્યો. ટેબલ પર મોબાઇલ મૃતદેહની જેમ પડ્યો હતો. ઠાકુરની ગાળ અને સોનાનો રવો મારા ચિત્તમાં ભમરડાંની જેમ ઘૂમરાતાં હતાં. મને થયું કે, પારકો ઉબેટ લઇને મારે શું કામ વધારે દુઃખી થવું જોઈએ?

હું નીચો નમીને રવો શોધવા માટે બધું આઘુંપાછું કરવા લાગ્યો ત્યાં ફરી ફોન વાઇબ્રેટ થયો.

-"બીજોય, ઉસકો બોલ ને મેરા પેસા દે દે. મેં બહુત....!  વો મકાનમાલિક કો આજ મેને પૈસે નહીં દીયે તો વો મુજે આજ ઘર સે  બહાર ફેંક દેગા. કહા જાઉંગા મૈં?" ઠાકુરનો અવાજ ધ્રૂજતો હતો. પળવાર પહેલા ફોનમાં ગાળ દેનારો ઠાકુર જાણે બદલાઈ ગયો હતો.  

Line 28: Line 28:
ઠાકુર હિન્દી ગુજરાતી અને બંગાળીનું એવુ મિશ્રણ બોલતો કે મને એ દર વખતે કેળાં દહીંમાં બોળીને ખાતાં હોઇએ એવું અજુગતું લાગતું.

મને, સોનાનો રવો નહીં મળે તો ઓછામાં ઓછી આઠ હજારની ચાકી આવશે અને મોટો આવીને મારી બજાવશે એ નફામાં - એ વિચારે પરસેવો થઈ રહ્યો હતો એમાં વળી આ ઠાકુર મગજની મા પૈણતો હતો. મેં હથોડો ખાલી એરણ પર પછાડ્યો. કાટવાળી એરણ પર હથોડો પછડાઇને પાછો પડ્યો ત્યારે લાકડાનો બોલ બખ્તર સાથે અથડાય એવો અવાજ આવ્યો. હું દુકાનમાં ચારે તરફ નજર ફેરવવા લાગ્યો જાણે કે રવો સૂંઘતો હોઉં. હું નીચો વળીને બધું ફેંદવા લાગ્યો. મને વળતી પળે વિચાર આવ્યો કે જીવન એક સંગ્રામ છે. એ જફા છે. પછી થયું કે આ ફિલૉસૉફીનો હુમલો છે એટલે વિચાર ઝાટકી નાખ્યો, પણ ઠાકુરની ગાળ કેડો મૂકતી ન હતી. કનુ પૈસા નહીં આપે તો  ઠાકુર એનું શું ઉખાડી લેશે? એ વિચાર આવતો હતો. શું શું બની શકે એની સંભાવના હું મનોમન વિચાર્યા કરતો હતો. સામેની ચેમ્બરનાં ધાબે મૂકેલી ડિશ પર પછડાઇને સૂરજનો શેરડો મારી આંખમાં કણાંની જેમ વાગતો હતો. મેં આંખ ફેરવી લીધી. બારી બહાર અચાનક ઍમ્બ્યુલન્સના અવાજથી બજાર, માંદગીના ભયથી સંકોચાઈ ગયું હતું. રસ્તાની બંને બાજુએ પાર્ક કરેલાં વાહનોને કારણે ઍમ્બ્યુલન્સ ચીસો પાડતી ખોડંગાતી ચાલતી હતી. મેં બારીમાંથી નીચે જોયું. એની ચીસોથી મને કાન ભીડી દેવાનું મન થયું. પછી થયુ કે ઍમ્બ્યુલન્સમાં કોઇક હશે. એને ઇમરજન્સી હશે. એ કદાચ થોડા સમય માટે જ હોય. એ કદાચ છેલ્લીવાર જ આ ગલીમાંથી નીકળતો હોય. એની આંખો ખુલ્લી હશે. એ મારી દુકાનની બારીમાં જોતો હોય. હવે કદાચ એ મારી બારીને કયારેય નહીં જોઈ શકે. બજાર જાણે ઍમ્બ્યુલન્સને વળગીને પેલાને જતો રોકી રહ્યુ હતું. મને પછી તરત ખોવાઈ ગયેલો રવો સાંભર્યો. ઍમ્બ્યુલન્સમાં  સૂતેલો જણ સાંભર્યો. જીવનમાં કશું સાથે નહીં આવે. આમ જ બજારમાંથી પસાર થઇને એક દિવસ રસ્તા વચ્ચે પડેલાં વાહનો ચીરતાં જતું રહેવાનું હોય છે. હું લમણે હાથ દઇને બેસી ગયો. આ ક્ષણે વરસાદ આવે અને મારાં શરીરમાં ઠંડક ફરી વળે, એવી મને સાવ ઠાલી ઇચ્છા થઈ આવી.

સીડીને બે હૂક મારીને લટકાવેલું દોરડું કેટલાયના હાથોનો મેલ ખાઈ ખાઈને કાળુંમેશ થઈ ગયું હતું. એ દોરડાને પકડીને પછી હાથ સૂંઘો તો ભેજથી કહોવાઈ ગયેલાં જૂનાં છાપાં જેવી વાસ આવતી. એ દોરડું બ્લેક મામ્બાની જેમ અમળાયું. એક આકાર ધીરે ધીરે ઉપર આવતો હતો. એ એવી રીતે ઉપર ચડતો હતો જાણે જિસસ વધસ્તંભ પર ચડતા હોય. વિખરાયેલા કાબરચીતરા વાળ અને હાથમાં પ્લાસ્ટિકની થેલી. એ મારી સાથે ફોનમાં વાત કરીને સીધો અહીં જ આવ્યો હોય, એવું લાગતું હતું.

-"ઠાકુર" મારાથી એટલું જ બોલાયું.
-"ઠાકુર" મારાથી એટલું જ બોલાયું.
-"રાધે કૃષ્ણ" એ સામે બોલ્યો
-"રાધે કૃષ્ણ" એ સામે બોલ્યો
Line 40: Line 40:
બંગાળી ભાષામાં કીડીના ટાંગા જેવા અક્ષરોમાં બધું એકબીજામાં ભળી જાય એવી રીતે લખ્યું હતું. એણે એમાંથી કંઇક વાંચવા માંડ્યું. પછી મોટે મોટેથી ભગવાનની સ્તુતિ ગાવા લાગ્યો. મને દર વખતે એવું લાગતું હતું કે ઠાકુર આ ચોપડી તો સાવ ખોટી જ ખુલ્લી રાખે છે. એ જે બોલે છે, એ તો જાણે ચોપડીમાં હતું જ નહીં. એ ગાતો ત્યારે એનું રૂપ ફરી જતું. આંખોમાં ચમક આવી જતી. એ આસપાસનું ભાન ભૂલી જતો. મને વિચાર આવ્યો કે આ ગાતી વખતે ઠાકુરને કનુના પૈસાની યાદ આવતી હશે? એણે સ્તુતિ પૂર્ણ કરી. બીજે ક્યાંકથી બળ કરીને અહીં પાછો આવ્યો હોય એમ, એણે આંખો ખોલી. ચાની પ્યાલી સામે જોયું. પછી મારી સામે જોયું. એક જ ઘૂંટડે આખી પ્યાલી ચા પી ગયો.

-"શું કરે છે તારા ભગવાન આજકાલ?'" મેં એમ જ હળવાશ લાવવા અને મારા ખોવાઈ ગયેલા રવાને ભૂલવા માટે પૂછ્યું.  

એ થોડીવાર મૌન રહ્યો, જાણે ભગવાનને પૂછીને કહેવાનું હોય! પછી પણ કંઈ બોલ્યો નહીં. એ ક્યાંય સુધી કંઈ બોલ્યો નહીં. મને થયુ કે એને કનુના પૈસાની વાત શરૂ કરવી હશે પણ મેં એને ગાળ દીધી હતી એટલે એ કરી શકતો નથી. હું પણ અકોણો થઇને મૂંગો રહ્યો. ચાનો મીઠો સ્વાદ જીભ પર ઘોળાઇને કડવો લાગવા લાગ્યો.  

મેં ઠાકુરને કીધું, "ખેનીની ડબ્બી પડી છે?"

એણે પણ જાણે કશાકમાંથી છૂટ્યો હોય એમ ઝડપથી ડબ્બી કાઢી. પ્લાસ્ટિકની ડબ્બીની એક બાજુએ તમાકુ હતી અને બીજી બાજુએ ભીનો ચુનો ભર્યો હતો. એણે તમાકુ હથળીમાં લઇને નખ વડે ચુનો ઉમેર્યો. ઠાકુર મારા માટે હથેળીમાં તમાકુને અંગૂઠા વડે જોર જોરથી મસળતો હતો. એણે તમાકુ મારી સામે ધરી. મેં એક ચપટી ભરીને હોઠ નીચે દબાવી દીધી. તમાકુનો રસ ચાના સ્વાદ પર હાવી થઇને મોઢામાં ફેલાવા લાગ્યો.

-"કંઈ કહેતો હતો એ?" એણે પૂછ્યું.
-"કંઈ કહેતો હતો એ?" એણે પૂછ્યું.
-"કોણ?" મેં જાણી જોઇને પૂછ્યું.
-"કોણ?" મેં જાણી જોઇને પૂછ્યું.
એ વખતે એનું મોઢું એવું થઈ ગયું જાણે હું માખી થઇને એના મોઢા પર બણબણતો હોઉં!

-"વો માદરબખ્ત!" પછીનું એ ગળી ગયો.
-"વો માદરબખ્ત!" પછીનું એ ગળી ગયો.
Line 54: Line 54:
-"વો સમાન તો સલામત રહેગા ન?" મેં આંખ મારીને પૂછ્યું .

"ઠાકુર, માની લે કે કનુ પૈસા આપવાની સાવ ના પાડે, તો તું એનું શું ઉખાડી લઇશ?" મેં ઠાકુરને વાસ્તવ સામે ઊભા રહેવા આહ્વાન કર્યું જાણે.

એ થોડીવાર કશું બોલ્યો નહીં. ભગવાનની ચોપડીમાંથી હજી ય ધ્વનિ વહેતો વહેતો થેલીમાંથી બહાર આવી રહ્યો હતો. એણે આંખો બંધ કરી.  

આંખો ખોલી અને પછી મને કહે, "હું કનુને ચકલી બનાવી દઇશ."

મને વર્ષો પહેલાં કાંકરિયામાં જોયેલો એક જાદુગર યાદ આવી ગયો. મને આશ્ચર્ય પણ ન થયું અને આઘાત પણ ન લાગ્યો. રસ્તા પર બેઠેલા અશક્ત ભિખારીને રોજ જોઇને આગળ વધી જઇએ, એમ હું મારા ખોવાઈ ગયેલા રવા વિશે વિચારવા લાગ્યો.

-"કેટલા મહિનાનું ભાડું ચડી ગયું છે?" મેં પૂછ્યું.

-"ચાર." એણે આંગળી વડે ચાર બતાવ્યા. એ વખતે મને એના નીચલા હોઠ પર તાલફડીનું ફોતરું ચોટ્યું હોય એવો ડાઘ દેખાયો . એ ડાઘ કોઢનો હશે તો ઠાકુર પછી કેવો લાગશે એવો મને વિચાર આવ્યો. અમે બંને થોડીવાર મૂંગા બેસી રહ્યા.

Line 76: Line 76:
-"મારે આપવાના છે જ નહીં, પણ તું બહુ ચોંટ્યો છે એટલે કહું કે, મારી પાસે જ્યારે પૈસા આવશે ત્યારે એના રૂપિયા દૂધે ધોઇને આપી દઇશ. અત્યારે મારી પાસે ઠાકુરને આપવાના પૈસા નથી." એ જાણે નાગો થઇને ઊભો રહી ગયો હતો.

સવારે કરેલી અગરબત્તીના શ્વાસ ધીરે ધીરે છૂટી રહ્યા હતા. ઠાકુર સૂકી આંખે અમને બંનેને સાંભળી રહ્યો હતો.

કનુને ઠાકુરના રૂપિયા ઓળવી જ જવા હતા તો ઠાકુર એનું શું ઉખાડી લેશે? મને ફરી એવો વિચાર આવ્યો. પછી તરત જ મને મારો સોનાનો રવો નહીં મળે તો મોટો આવીને મારું શું ઉખાડી લેશે એવો વિચાર આવ્યો. પછી મને મારું અને ઠાકુરનું ઉખડી ગયેલું અસ્તિત્વ નજરે ચડ્યું. પછી પેલો ઍમ્બ્યુલન્સમાં જતો માણસ અને વાહનોથી ખીચોખીચ ભરેલો રસ્તો, બધું એકબીજામાં ભળી જઇને સડક પર ઢોળાયેલાં ઓઇલ જેવું  વિચિત્ર ભાસ્યું. મને મારી જ દુકાનમાં ગૂંગળામણ થવા લાગી. હું કનુની સામે જોઈ રહ્યો. ઠાકુર એક હાથ થેલીમાંથી કાઢતો જ ન હતો. એણે ભગવાનને કે ભગવાને એને પકડી રાખ્યો હતો એ ખબર ન પડી.

-"ઠાકુર, તું બોલ ને કંઇક ડોફા. ક્યારનો આમ મૂંગો બેસી રહ્યો છું તે! અબ ક્યા કરેગા, બોલ! યે તો નંગા હો ગયા. સુન લે, ઠાકુર, તારો ભગવાન પણ નાગાંઓની જ ભેરે છે. તારી-મારી જેવાને તો એ પગ નીચે જ દબાવી રાખે છે. સમજ્યો?" મેં જાણીજોઇને કનુ સામે જોઇને કહ્યું. હું તિલમિલાઈ ઊઠ્યો હતો.

ઠાકુરનું મોઢું તરડાયું. એણે પ્લાસ્ટિકની થેલીમાંથી ભગવાન કાઢ્યા. તાંબાની લોટી કાઢી. મારી કૂપીમાંથી જળ લઇને લોટીમાં ભર્યું. આંખો બંધ કરી.