સાહિત્યિક સંરસન — ૩/હરીશ મીનાશ્રુ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}}
'''++ વિનોદ જોશી ++ '''
=== ૧ : કાવ્યારંભે સરસ્વતી પ્રાર્થના —  === <poem> વીજળિ યું વેડી લેખણ કીધી, સરસવતી માતા ! કાગળનો ખાલી ખૂણો આપજ...")

No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}

'''++ વિનોદ જોશી ++ '''
'''++ ++ હરીશ મીનાશ્રુ ++ ++ '''

=== ૧ : કાવ્યારંભે સરસ્વતી પ્રાર્થના —  ===
===  ૧ : આનંત્યસંહિતા - કાવ્યગુચ્છનું એક કાવ્ય —  ===
<poem>
<poem>
વીજળિ યું વેડી લેખણ કીધી, સરસવતી માતા !
બહુલનો અનંતભોગી
કાગળનો ખાલી ખૂણો આપજો,
હું
પાઘડિ યું પડખે મેલી દીધી, સરસવતી માતા !
હવે શમું છું એકમાં
વૈખરિયે વળગ્યો લૂણો કાપજો;

કળતર કાંતીને વીંટા વાળ્યા, સરસવતી માતા !
હું વિલસું છું શૂન્યના વિવેક વિષે
અટકળ ઓળંગી ઓરાં આવજો,
હું એક છું
અરથું નરથુંને બેવડ ચાળ્યા, સરસવતી માતા !
અખશરનાં અજવાળાં ઉપડાવજો;

પરપોટા ચીરી દરિયા બોટ્યા, સરસવતી માતા !
કદાચ એક કહેવામાં વીગતદોષ છે:
ટાંકાટેભાના અવસર ટાળજો,
મેં જગવી છે અહાલેક એકની
પડછાયા પીંખી પગલાં ગોત્યાં, સરસવતી માતા !
તત્ત્વત:
લેખીજોખીને વળતર વાળજો;
હું એકનો અતિરેક છું

એંઠાં પતરાળાં દૂધે ધોયાં, સરસવતી માતા !
હું પૂર્ણનો નિષ્પલક સાક્ષી
પરવાળાં વેરી પોથી ઢાંકજો,
પ્રકટ્યો છું અ-ગણિતનો ઉદ્રેક બની
ઝળઝળિ યાં ઝીલી તુલસી ટોયાં, સરસવતી માતા !
હું એક છું
પીળી પાંદડિયે અભરક ટાંકજો;

પરસેવા ખૂંદી કમ્મળ ચૂંટ્યાં, સરસવતી માતા !
પ્રમાણથી પર
અમરતમાં બોળી અંજળ ચાખજો,
સંખ્યા અને સાંખ્યથી અતીત
પડતર ઑછાયે અમને લૂંટ્યા, સરસવતી માતા !
ધૃતિથી ધન્ય : અનન્ય એક
પરથમ પૂજ્યાની લાજું રાખજો.

હું પ્રસન્ન થાઉં છું
ને અંશ પર અભિષેક કરું છું
એકનો
</poem>
</poem>

=== ૨ : તડકો ચીરીને —  ===
===  ૨ : ગાંધીને માથે કાગડો —  ===
<poem>
<poem>
તડકો ચીરીને સ્હેજ ત્રાંસો કર્યો
ગાંધીને માથે કાગડો બેઠો છે.
તો દડ્યાં ઝાકળનાં ચારપાંચ ટીપાં...
પહેલાં તો બેઠો હશે બાવલા પર, ઘડીભર
પછી તસવીરમાં, કાયમ માટે.
બેઠો છે એવું કહ્યું તે અભિધા ને વ્યંજના, બેઉમાં.
જે ઝડપાઈ ગયો છે તસવીરમાં
તે બેઠો હશે અભિધામાં, ઉભડક જીવે
બાકી વ્યંજનામાં તો બેઠો છે દાયકાઓથી, નિ રાંતે.
તાજ્જુબીની વાત એ છે કે
શ્રાદ્ધપક્ષમાં વિદ્યાપીઠના ઇલાકામાં
કોઈ કહેતાં કોઈએ કર્યો નથી કાગવાશનો પોકાર
તોય આવતોકને બેઠો છે ગાંધીને માથે.
એવુંય નથી કે નર્મદાનાં કાંકરા નાખીને
એણે ઊંચું લાવવાનું છે સાબરમતીના જળનું તળ
તોય અડિંગો લગાવીને બેઠો છે ગાંધીને માથે.
ને આ વાતે
આ ગાંધીચકલાના લોકોના પેટનું પાણીય હાલતું નથી
દેશ દુનિયા ને રિવરફ્રન્ટના રાહદારીઓને તો
જાણે આ વાત કોઠે પડી ગઈ છે
કે કાગડો બેઠો છે ગાંધીને માથે, બિનધાસ્ત
ન્યૂ નોર્મલના દાવે.

છાપાની કોલમ જેવડા
બુદ્ધિજીવીઓના એક મોટા વર્ગને તો
ઇન્ડિયન ઇન્ગ્લિશ ને વર્નાક્યુલર ગુજરાતીમાં
એવું બરાબર ઠસી ગયું છે
કે કાગડાના બેસવાથી
કાંસાના ગાંધીને પ્રાપ્ત થઈ છે જીવંતતા.

એકાદ ફૂટકળ ન્યૂઝચેનલ
એવી ઇન્વેસ્ટિગેટિવ સ્ટોરી ચલાવી રહી છે
કે એ કાગડો નથી, ખૂફિયા કેમેરો છે
કાગદૃષ્ટિ ધરાવતો

કાચાં પરોઢિ યાંને કાંટો વાગે ને પછી
ગાંધીએ ખુદ માથે બેસાડેલો -
ટશિયો ફૂટે ને એમ ફૂટતો,
કોઈ પણ આશ્રમ રોડ કે એમ જી રોડ પર ચાલનારાં
ઊગમણાં પડખામાં પાટું મારીને રોજ
સૌ પર ચાંપતી નજર રાખવા.
બાંધેલો સૂરજ વછૂટતો;
પણ મહાદેવભાઈની ડાયરીના તેવીસે ભાગ વાંચી જનારા
એક બે જણ શંકા વ્યક્ત કરે છે કે
ગાંધીએ તો
ખથી શરુ થતા ખૌફ ને ખૂફિયા જેવા ખડૂસ શબ્દો
(ખાદી તે ઓનરેબલ એક્સેપ્શન)
સાર્થ જોડણીકોશમાંથી ચેકી નાંખ્યા હતા…

જૂનાં રદ્દી અખબારો
ને રીઢા પત્રકારો સાહેદી પૂરશે:
એ જમાનામાં કબૂતરોમાં સફેદનો દબદબો રહેતો, -
વારે તહેવારે જાન્યુઆરી કે ઓગસ્ટમાં
આકાશને અંજલિ આપતાં હોઈએ તેમ ઉડાડી શકાય એવાં,
મેટાફર જેટલાં સફેદ. એ ઊડે એટલે
હવામાનખાતું ભારે શોરબકોર કરી મૂકતું શાંતિ  અંગે.
પણ વરસો વીતતાં ગયાં ને ઊડતાં રહ્યાં
ડૅમોક્રસીના બ્લૅકહોલમાં થઈને વર્લ્ડ ઍટલાસ પર
એટલે કબૂતરો આસ્તે આસ્તે થતાં ગયાં કર્બૂરતર
ને એમ કરતાં કરતાં આખરે નર્યાં કાળાંધબ.
એમાંનું એકાદું
બળેલાં પીંછાંવાળું સફેદ (એટલે કે કાળું)
કબૂતર જ બેઠું છે ગાંધીને માથે,
એમ માનવું રહ્યું.
સમજો ને, અભિધામાં કાગડો ને વ્યંજનામાં કબૂતર.
રાષ્ટ્રવાદી અર્થાન્તરન્યાસમાં એ
આત્મરક્ષા કાજે શકરા બાજનું રાફેલ સ્વરૂપ પણ ધરી શકે.
કોઈ એને ગીધ પણ કહી શકે વાલ્મિકીવાળું, -
કપાયલી પાંખ ફફડાવતું,
મહિલા સદ્રક્ષણાય મરણોન્મુખ.
તમે આ તસવીર જોતા હો ને જોગાનુજોગ ટીવી ચાલુ હોય તો
એ અરાજક દૃશ્યશ્રાવ્ય ભેળસેળને કારણે
ગાંધીને માથે પાળેલો પોપટ બેઠો છે કે બેસાડ્યો છે
એવો ભાસ પણ થાય.
જોકે એ શુકસપ્તતિ નું સંસ્કૃત ખગ છે
કે સુડા બહોતેરીનું પ્રાકૃત પંખીડું
કે ઉર્દૂમાં અશિક્ષિત કોઈ મીઠ્ઠુ મિ યાં છે

શરમાતી લ્હેરખીને હોડમાં મૂકીને
તે તો હવે પછીના સૅન્સસનો અને સંસદસત્રનો
બધાં ઝાડવાંઓ ચીપે ગંજીપા...
ને તેથી વિવાદનો વિષય.
નિર્વિવાદ સંભાવના બસ એટલી કે બાપુના તાલકે
પડ્યા હશે અદૃશ્ય ઉઝરડા એના નહોરના.

ગાંધીને માથે કાગડો બેઠો છે
એ અધૂરું કથન અને દર્શન છે.
ખરેખર તો કહેવું જોઈએ કે
ક્રોમેટોલોજી પ્રમાણે કાળું બાવલું બની ચૂકેલા ગાંધીને માથે
એક કાળો કાગડો બેઠો છે.
એક જોતાં, લોજિકલી, એનો અર્થ એ થયો કે
ઘઉંવરણા ગાંધીને માથે ઘઉંવરણું ચકલું બેઠું છે.
(એમ તો આખો દેશ ઘઉંવરણો છે તે ઇલ્લોજિકલ જોગાનુજોગ)
બને કે કોઈ અત્યધિક વિશાળ કદના
બાવલાનાં માથા પરથી નીચે જોતાં
બિચારાને તમ્મર આવી ગયાં હોય
ને આમ ચકરાઈને સપાટાભેર બેસી પડ્યું હોય
અદના ગાંધીના સાવ આદમકદના બાવલાનાં માથે
પોરો ખાવા, બે ઘડી.

ગાંધી તો ગાંધી છે :
ચોરેચૌટે, કોટકાંગરે, કોરટકચેરીએ, ધારાસભાને નાકે,
નગરના હાંસિયામાં, ફ્લાયઓવરની તળેટીમાં, દેશદેશાવર
ગોઠવવામાં આવ્યાં છે એનાં ફૅન્ગ શુઈ પ્રકારનાં બાવલાં:
બેઠેલાં, ઊભેલાં, ચાલવા માંગતાં, ચલિત ને ચલણી.
એ ‘વૉકિંગ બુઢ્ઢા’ને ખબર હશે ખરી કે
એ બધ્ધાં બાવલાંનાં માથે બેઠો છે એક એક કાગડો,
કદાચ કબૂતર કદાચ ગીધ
કદાચ શકરો શુક ચકલું
કે અગલુંબગલું?

આહારવિહાર સાથે
પક્ષીની સ્વાભાવિક દિનચર્યામાં
હગારની ક્રિયાનો ઉલ્લેખ પણ કરવો પડે.
પણ ગમે તેમ તોય આ ગાંધીબાપુના-
રાષ્ટ્રપિતાના બાવલાની વાત છે
વળી ઈન્ડિરેક્ટલી માથે મેલું ઊંચકવાની વાત પણ છે

ઊડતાં પંખીનો જોઈ પડછાયો
એટલે
પાંદડાંઓ વીંઝે પોતાની પાંખ વામણી,
એક વિવેકી (અર્થાત્ પોલિટિકલી કરેક્ટ) કવિ હોવાના નાતે
કલરવની પાલખીમાં હેમખેમ નીકળવા
આ કવિતામાં પ્રસ્તુત હોવા છતાં હું એ મુદ્દો ગુપચાવી દઉં છું.
સાંજ લગી બેસે લજામણી;

કિંવદંતી છે કે
જે વ્યક્તિ પર પડછાયો પડે હુમાનો
એ ચક્રવર્તી બને ભૂમાનો.
કવિતાના આ છેડે
આ ક્ષણે મને એક શંકા એ જાય છે કે
જેને આપણે ક્યારના
કાગડો કબૂતર ગીધ બાજ પોપટ કે ચકલું
સમજી રહ્યા છીએ
હુમા તો નહીં હોય ને?

ચાંદાની ચાનકીને ચૂલે ચડાવી
(ગાંધીજીના બાવલાના માથે બેઠેલા કાગડાની તસવીર જોઈને)
કોઈ ધ્રાસકાઓ ફૂંકે માલીપા...
</poem>
</poem>

=== ૩ : તે દિવસની વાત છે —  ===
=== ૩ : ભડલીવાક્ય —  ===
<poem>
<poem>
જે દિવસથી રોજ દડતાં આંસુને ચોરસ કરી ભીંતે ચણ્યાં’તાં, તે દિવસની વાત છે.
આ બોમ્બ ઊછળીને જે ક્ષણે ફૂટબોલ થશે
ગોખલામાં ટૂંટિ યું વાળી પડ્યા અજવાસ છેલ્લું હણહણ્યા’તા, તે દિવસની વાત છે.
મારા ફૂરચા ઊડી જશે, તમારો ગોલ થશે

દિતિના પુત્ર મિસાઈલો ઝીંકતા રહેશે
ને એટલાસના પાનાં ઉપર બખોલ થશે

કે શમી વૃક્ષથી શસ્ત્રો ઉતારશે યોદ્ધા
ઘટામાં ચહકતાં વિ  હંગ સૌ અબોલ થશે

કવચ વિનાની હશે કાય, કર્ણ કુંડળહીન
ને જિંદગીનો જીવલેણ તોલમોલ થશે

બધાંયે મુણ્ડ મુગટભેર રવડશે રણમાં
ને ઈન્દ્રપ્રસ્થમાં કબંધનો કિલોલ થશે

શ્વેત પારેવું ફંગોળાશે શ્યામ પથ્થર થૈ
પ્રશાંતિ  ઝંખતી હથેળીઓ ગિલોલ થશે

પરોઢે ખૂલશે અખબારની જાસાચિઠ્ઠી
દશે દિશેથી ગમે ત્યારે હલ્લા બોલ થશે

સખીદાતાર બધા આલશે ચપટી બારૂદ
ફફડતા દેશનો નકશો કદી કશ્કોલ થશે

પછી ઇતિહાસ એની નોંધ અછડતી લેશે
એક્ પરપોટો ફૂલતો જશે, ઢમઢોલ થશે

શ્વાસનો ટેકો સદંતર હોય તકલાદી અને જીવલેણ, અફવા ગળે ઊતરી હવે,
વિશ્વ આખામાં આણ (ષં)ઢની જ વર્તાશે
પંડમાં છુટ્ટા પડી ફરતા અજાણી હૂંફના પારા ગણ્યા’તા, તે દિવસની વાત છે;
કદી ઢેલ થશે, ઢાલ થશે, ઢોલ થશે

ખાનગીમાં યુદ્ધ જે ખૂંખાર ખેલાયું હતું બંને તરફ ચુપચાપ એ વેઠ્યા કર્યું,
લોહીનાં વ્હેણ ભારોભાર વરસશે આંસુ
સાવ ઉજ્જડ ટેરવાંને ધાર કાઢી દૂઝતા ઘાવો ખણ્યા’તા, તે દિવસની વાત છે;
બીજી તો શી રીતે આ ત્રાજવું સમતોલ થશે

આમ તો બારાખડી સિવ્યા કરી જોયા વગર જાણ્યા વગર ટાંકો ન તૂટે એ રીતે,
છેદ આકાશમાં એવાં તો પડશે, હે લાઠા
છેવટે બુઠ્ઠી કલમમાં જાણભેદુ અર્થ ધીમું ગણગણ્યા’તા, તે દિવસની વાત છે;
કવિનો શબ્દ ફરી સાવ કાણી ડોલ થશે

તીર માફક સોંસરું વીંધી ગયું જે એ હતું શું તે નહીં જાણી શકાયું એટલે,
બની જશે આ કક્કો અંતે કારતૂસ અને
બે અભણ પંખી પછી તમસાતીરે જઇ શોકના શ્લોકો ભણ્યાં’તાં, તે દિવસની વાત છે.
તકાશે તંગ બની પેન ને પિસ્તોલ થશે
</poem>
</poem>

Line 75: Line 206:
=== તન્ત્રીનૉંધ :  ===
=== તન્ત્રીનૉંધ :  ===
{{Poem2Open}}
{{Poem2Open}}
(તન્ત્રીનૉંધમાં મેં જે કંઈ લખ્યું છે તેને તે કૃતિના ગુણાનુવાદ ગણવા વિનન્તી છે. એ નૉંધો સમીક્ષા માટેની સામગ્રી છે એમ પણ ગણવા વિનન્તી છે.)
૧ : આનંત્યસંહિતા - કાવ્યગુચ્છનું એક કાવ્ય —

'''૧ : કાવ્યારંભે સરસ્વતીપ્રાર્થના —'''
ફિલસૂફી અને કવિતાના વિરોધમૂલક જોડકાને છોડી નાખતી આ રચના એ જ વિષયને અપાયેલો એક કાવ્યશીલ જવાબ છે. ભગવાને કહ્યું છે, એકોહમ્ બહુસ્યામ્. તાત્પર્ય, હું એક છું પણ બહુવિધ સ્વરૂપોમાં પ્રકાશિત થઉં છું. ભારતીય પરમ્પરામાં પિણ્ડ અને બ્રહ્માણ્ડ, એક અને અનેક, એકલ અને બહુલ, એમ સાંકેતિક જોડકાં છે, આપણને જાણીતાં છે. કેટલાક વિદ્વાનો પિણ્ડમાં બ્રહ્માણ્ડ, અનેકમાં એક, બહુલમાં એકલ, એમ ભાળે; તો કેટલાક બ્રહ્માણ્ડમાં પિણ્ડ, એકમાં અનેક, એકલમાં બહુલ, એમ ભાળે. આ યિન્ગ-યાન્ગની સ્થિતિ છે -સર્પના મુખમાં એ જ સર્પનું પુચ્છ. પરસ્પર પૂરક શક્તિઓનું પ્રતિનિધિત્વ કરતો દ્વૈતમૂલક સિદ્ધાન્ત.

કાવ્યકથક સરસ્વતીનો પરમ આરાધક છે. એને લેખક થવાની હૉંશ છે, અને તે માટે જરૂરી વિનય સાથે સરસ્વતીમાતાને વિનવી રહ્યો છે, પ્રાર્થી રહ્યો છે.
પણ આ રચના કવિની રચના છે તેથી એમાંથી એ બધી ફિલસૂફીનાં પડ ખરી પડ્યાં છે અને કાવ્ય એના અસલી રૂપમાં રજૂ થયું છે. આ હકીકત પર રચનાની આ પંક્તિઓ પ્રકાશ પાડે છે : ‘પ્રમાણથી પર / સંખ્યા અને સાંખ્યથી અતીત / ધૃતિથી ધન્ય : અનન્ય એક’. કવિતાકલા ભગવાનનો નહીં પણ મનુષ્યનો એટલે કે ‘અંશ’નો મહિમા કરે એનો એ મિજાજ સમજાય એવો છે - ‘હું પ્રસન્ન થાઉં છું / ને અંશ પર અભિષેક કરું છું / એકનો’. કવિના ‘આનંત્યસંહિતા’ - કાવ્યગુચ્છનું આ કાવ્ય ભાવકને એ ગુચ્છ માણવા લલચાવે એવું રસપ્રદ છે
૨ : ગાંધીને માથે કાગડો —
ગાંધીજીના બાવલાના માથે બેઠેલા કાગડાની તસવીર જોઈને રચાયેલું આ કાવ્ય એક સળંગસૂત્ર દીર્ઘ વ્યંગોક્તિ છે. કાવ્યકથકના જ શબ્દો વાપરીને કહું કે લગભગ બધો વખત એ અભિધા અને વ્યંજના બેઉમાં બોલ્યો છે, ને એનો એ વ્યંગ ક્યાંક કિંચિત્ મજા પડે એવા સંકેતોના ઝીણા તણખા પણ વેરે છે, ક્યાંક એનો સ્વર કરુણ પણ થઈ જાય છે. પણ ભાવકને વધારે મજા ત્યારે આવે છે જ્યારે કાવ્યકથક આ કાગડાને ગાંધીજીએ ગોઠવેલો ‘કાગદૃષ્ટિ ધરાવતો ખૂફિયા કેમેરો’ કહે છે; એટલું જ નહીં, લાગે કે એને પણ એ રૂપાન્તરની મજા પડી ગઈ છે, એટલે, કહેવા માંડે છે કે ‘ડૅમોક્રસીના બ્લૅકહોલમાં થઈને વર્લ્ડ ઍટલાસ પર / કબૂતરો આસ્તે આસ્તે થતાં ગયાં કર્બૂરતર / એમાંનું એકાદું / બળેલાં પીંછાંવાળું સફેદ (એટલે કે કાળું) / કબૂતર જ બેઠું છે ગાંધીને માથે, / એમ માનવું રહ્યું. / સમજો ને, અભિધામાં કાગડો ને વ્યંજનામાં કબૂતર’.

એની વાણીમાં બે ધ્રુવોનું સાયુજ્ય છે -આર્દ્રતા અને તેજસ્વીતા -સરસ્વતી પ્રત્યેનો ભક્તિભાવ અને આત્મશક્તિ વિશેનો અહંભાવ.
લીલા છે એટલે, શકરો બાજ, ગીધ, પોપટ, શુકસપ્તતિ નું સંસ્કૃત ખગ, સૂડા બહોતેરીનું પ્રાકૃત પંખીડું, ઉર્દૂમાં અશિક્ષિત કોઈ મીઠ્ઠુ મિ યાં, ઘઉંવરણું ચકલું. અગલુંબગલું, વગેરે વગેરે સંકેતો પ્રયોજીને કાવ્યકથકે પોતાની આ વ્યંગોક્તિને પાસાદાર રૂપમાં સમ્પન્ન કીધી છે. એને ‘હગારની ક્રિયા’ અને ‘માથે મેલું ઊંચકવાની વાત’ યાદ આવે છે ખરી, પણ કહે છે, ‘એક વિવેકી (અર્થાત્ પોલિટિકલી કરેક્ટ) કવિ હોવાના નાતે આ કવિતામાં પ્રસ્તુત હોવા છતાં એ મુદ્દો ગુપચાવી દીધો છે’.

આમ તો, આ રચના પ્રાર્થનારૂપે અપ્રતિમ છે એટલી જ સુગમ છે. છતાં, કેટલાંક અર્થઘટનો રજૂ કરું : ‘કાગળનો ખાલી ખૂણો’ માગીને સૂચવ્યું છે કે સાંકડો અવકાશ પણ બસ થશે, પોતાને ઝાઝા અવકાશની જરૂર નથી. એની લેખણ શક્તિમાન છે, એટલા માટે કે ‘વીજળિ યું વેડીને’ સાધી છે. ‘પાઘડિ યું પડખે મેલી છે’ એટલે પાણ્ડિત્યને બાજુમાં રાખ્યું છે પણ સાથોસાથ, કહેવાતી પણ્ડિતાઈને ગૌણ પણ ગણી છે. વાણીના ‘વૈખરી’ રૂપનું અને તેને લાગેલા લૂણાનું એને જ્ઞાનભાન છે. એ જ્ઞાનભાન એને પોતાના દેશકાળમાં પ્રવર્તતા ભાષિક વ્યવહારોના અનુભવથી લાધ્યું હોય. એની પોતાની વાણી પણ એને એમ ભાસી હોય અને બને કે પોતાનાં લેખનથી તેને ઉચ્ચ કોટિએ સિદ્ધ કરવાના એને અભિલાષ હોય. લેખનની વસ્તુસામગ્રી સ્વાનુભવ ગણાય છે પણ એને તો ‘કળતર’-નો, જીવનનાં દુ:ખદર્દનો, અનુભવ છે; જોકે કળતરને એણે ‘કાંત્યું’ છે, એના ‘વીંટા’ વાળ્યા છે, એટલે કે, વસ્તુસામગ્રી પર કામ કર્યું છે. ‘પરપોટા ચીરીને દરિયા બોટવામાં’ એનું લેખનસાહસ જોઈ શકાય. ભાષા સાધન છે પણ એમાં તો ‘અર્થ અને અનર્થ’ બન્ને સંભવે છે. એણે અર્થ અને નર્થને બરાબર ઓળખ્યા છે કેમકે ‘ચાળ્યા’ છે.
કાવ્યકથક કવિ છે એટલે એને આમ ગુપચાવીને કહી દેવાની ફાવટ છે. વળી, એની પાસે ભાષાની અભિધા લક્ષણા વ્યંજના શક્તિઓ છે તેમ રૂપક કે અર્થાન્તરન્યાસ અલંકારો પણ છે. એટલું જ નહીં, જરૂરતે કરીને એ લૉજિકલ થઈ જાય છે, ઇલ્લૉજિકલ પણ. પરન્તુ પોતે પોલિટિકલી કરેક્ટ છે પણ મૂળે કવિ છે એટલે અન્તે એને હુમાની કિંવદંતી યાદ આવે છે અને એની સહાયે કરીને વાતને એ સુખાન્ત અર્પીને શમી શક્યો છે.

આમ હું પ્રશંસાપૂર્વક અર્થઘટનો કર્યે જઉં પણ અતિ થાય તેથી અટકું. જોકે, સરસ્વતી પાસે એણે આ ત્રણ વસ્તુ યાચી છે એ દરેક લેખકે પણ પોતાના ઇષ્ટદેવ પાસે કે કલાની દેવી પાસે, muse પાસે, યાચવી : ‘ટાંકાટેભાના અવસર ટાળજો’. ‘લેખીજોખીને વળતર વાળજો’. ‘પરવાળાં વેરી પોથી ઢાંકજો’.
૩ : ભડલીવાક્ય —
કાવ્યકથક ભડલી છે. એણે ભાખેલું વાક્ય અહીં કાવ્યરંગે રંગાયેલું છે, છતાં ભવિતવ્ય  એકંદરે પ્રાચીન અને અર્વાચીન યુદ્ધ અને તેથી સરજાનારા વિનાશને ચીંધે છે. આમાં તો નૉંધ શું કરવી? સુન્દરથી અતિ સુન્દર કહેવાય તેનાં અવતરણ જ કરાય :

'''૨ : તડકો ચીરીને —'''
: ‘આ બોમ્બ ઊછળીને જે ક્ષણે ફૂટબોલ થશે
સુજ્ઞ કાવ્યસાધકોને કેટલીયે વાર ખબર નથી પડતી કે તેઓ ક્યારે કલ્પનાને ઘોડે પલાણ્યા ને રવાલ ચાલે સુખે આગળ ધપ્યા. પણ જેઓ કલ્પના અને તરંગતુક્કા વચ્ચેનો ફર્ક નથી જાણતા તેઓને પણ ખબર નથી પડતી કે પોતે ક્યાં ને કેમ ધપી રહ્યા છે. આ રચના દીપ બનીને એ ફર્ક દર્શાવે છે.
મારા ફૂરચા ઊડી જશે, તમારો ગોલ થશે’

પહેલો અને છેલ્લો શેઅર ઉત્તમ ઉદાહરણો છે : તડકો ચીરીને સ્હેજ ત્રાંસો કર્યો / તો દડ્યાં ઝાકળનાં ચારપાંચ ટીપાં… : ચાંદાની ચાનકીને ચૂલે ચડાવી / કોઈ ધ્રાસકાઓ ફૂંકે માલીપા...
: ‘કે શમી વૃક્ષથી શસ્ત્રો ઉતારશે યોદ્ધા
ઘટામાં ચહકતાં વિ  હંગ સૌ અબોલ થશે’

'''૩ : તે દિવસની વાત છે —'''
૩ : ‘સખીદાતાર બધા આલશે ચપટી બારૂદ
રચના એક અનોખું ઉદાહરણ છે, એ વાતનું કે વિરહ કે વિદાયના દર્દને કાવ્યમાં કેવી કેવી પૅરે ગાઈ શકાય છે. એ અનોખાપણું આ પંક્તિઓમાં ચકાસીને સવિશેષે માણી શકાશે : રોજ દડતાં આંસુને ચોરસ કરી ભીંતે ચણ્યાં’તાં -શ્વાસનો ટેકો સદંતર હોય તકલાદી અને જીવલેણ -સાવ ઉજ્જડ ટેરવાંને ધાર કાઢી દૂઝતા ઘાવો ખણ્યા’તા.
ફફડતા દેશનો નકશો કદી કશ્કોલ થશે’

તે એક દિવસની વાત હોય કે તેવા જ કે વિભિન્ન અનેક દિવસોની, કહેવું મુશ્કેલ છે. દર્દને દિવસોમાં ક્યાં માપી શકાય છે !
૪ : ‘લોહીનાં વ્હેણ ભારોભાર વરસશે આંસુ
બીજી તો શી રીતે ત્રાજવું સમતોલ થશે’
{{Poem2Close}}
{{Poem2Close}}