સાહિત્યિક સંરસન — ૩/હરીશ મીનાશ્રુ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 206: Line 206:
=== <span style="color: red">તન્ત્રીનૉંધ : </span> ===

{{Poem2Open}}
{{Poem2Open}}
૧ : આનંત્યસંહિતા - કાવ્યગુચ્છનું એક કાવ્ય —  
'''૧ : આનંત્યસંહિતા - કાવ્યગુચ્છનું એક કાવ્ય —'''

ફિલસૂફી અને કવિતાના વિરોધમૂલક જોડકાને છોડી નાખતી આ રચના એ જ વિષયને અપાયેલો એક કાવ્યશીલ જવાબ છે. ભગવાને કહ્યું છે, એકોહમ્ બહુસ્યામ્. તાત્પર્ય, હું એક છું પણ બહુવિધ સ્વરૂપોમાં પ્રકાશિત થઉં છું. ભારતીય પરમ્પરામાં પિણ્ડ અને બ્રહ્માણ્ડ, એક અને અનેક, એકલ અને બહુલ, એમ સાંકેતિક જોડકાં છે, આપણને જાણીતાં છે. કેટલાક વિદ્વાનો પિણ્ડમાં બ્રહ્માણ્ડ, અનેકમાં એક, બહુલમાં એકલ, એમ ભાળે; તો કેટલાક બ્રહ્માણ્ડમાં પિણ્ડ, એકમાં અનેક, એકલમાં બહુલ, એમ ભાળે. આ યિન્ગ-યાન્ગની સ્થિતિ છે -સર્પના મુખમાં એ જ સર્પનું પુચ્છ. પરસ્પર પૂરક શક્તિઓનું પ્રતિનિધિત્વ કરતો દ્વૈતમૂલક સિદ્ધાન્ત.  

Line 212: Line 212:
પણ આ રચના કવિની રચના છે તેથી એમાંથી એ બધી ફિલસૂફીનાં પડ ખરી પડ્યાં છે અને કાવ્ય એના અસલી રૂપમાં રજૂ થયું છે. આ હકીકત પર રચનાની આ પંક્તિઓ પ્રકાશ પાડે છે : ‘પ્રમાણથી પર / સંખ્યા અને સાંખ્યથી અતીત / ધૃતિથી ધન્ય : અનન્ય એક’. કવિતાકલા ભગવાનનો નહીં પણ મનુષ્યનો એટલે કે ‘અંશ’નો મહિમા કરે એનો એ મિજાજ સમજાય એવો છે - ‘હું પ્રસન્ન થાઉં છું / ને અંશ પર અભિષેક કરું છું / એકનો’. કવિના ‘આનંત્યસંહિતા’ - કાવ્યગુચ્છનું આ કાવ્ય ભાવકને એ ગુચ્છ માણવા લલચાવે એવું રસપ્રદ છે

૨ : ગાંધીને માથે કાગડો —  
'''૨ : ગાંધીને માથે કાગડો —'''
ગાંધીજીના બાવલાના માથે બેઠેલા કાગડાની તસવીર જોઈને રચાયેલું આ કાવ્ય એક સળંગસૂત્ર દીર્ઘ વ્યંગોક્તિ છે. કાવ્યકથકના જ શબ્દો વાપરીને કહું કે લગભગ બધો વખત એ અભિધા અને વ્યંજના બેઉમાં બોલ્યો છે, ને એનો એ વ્યંગ ક્યાંક કિંચિત્ મજા પડે એવા સંકેતોના ઝીણા તણખા પણ વેરે છે, ક્યાંક એનો સ્વર કરુણ પણ થઈ જાય છે. પણ ભાવકને વધારે મજા ત્યારે આવે છે જ્યારે કાવ્યકથક આ કાગડાને ગાંધીજીએ ગોઠવેલો ‘કાગદૃષ્ટિ ધરાવતો ખૂફિયા કેમેરો’ કહે છે; એટલું જ નહીં, લાગે કે એને પણ એ રૂપાન્તરની મજા પડી ગઈ છે, એટલે, કહેવા માંડે છે કે ‘ડૅમોક્રસીના બ્લૅકહોલમાં થઈને વર્લ્ડ ઍટલાસ પર / કબૂતરો આસ્તે આસ્તે થતાં ગયાં કર્બૂરતર / એમાંનું એકાદું / બળેલાં પીંછાંવાળું સફેદ (એટલે કે કાળું) / કબૂતર જ બેઠું છે ગાંધીને માથે, / એમ માનવું રહ્યું. / સમજો ને, અભિધામાં કાગડો ને વ્યંજનામાં કબૂતર’.  

Line 219: Line 219:
કાવ્યકથક કવિ છે એટલે એને આમ ગુપચાવીને કહી દેવાની ફાવટ છે. વળી, એની પાસે ભાષાની અભિધા લક્ષણા વ્યંજના શક્તિઓ છે તેમ રૂપક કે અર્થાન્તરન્યાસ અલંકારો પણ છે. એટલું જ નહીં, જરૂરતે કરીને એ લૉજિકલ થઈ જાય છે, ઇલ્લૉજિકલ પણ. પરન્તુ પોતે પોલિટિકલી કરેક્ટ છે પણ મૂળે કવિ છે એટલે અન્તે એને હુમાની કિંવદંતી યાદ આવે છે અને એની સહાયે કરીને વાતને એ સુખાન્ત અર્પીને શમી શક્યો છે.

૩ : ભડલીવાક્ય —
'''૩ : ભડલીવાક્ય —'''
કાવ્યકથક ભડલી છે. એણે ભાખેલું વાક્ય અહીં કાવ્યરંગે રંગાયેલું છે, છતાં એ ભવિતવ્ય  એકંદરે પ્રાચીન અને અર્વાચીન યુદ્ધ અને તેથી સરજાનારા વિનાશને ચીંધે છે. આમાં તો નૉંધ શું કરવી? સુન્દરથી અતિ સુન્દર કહેવાય તેનાં અવતરણ જ કરાય :  

Navigation menu