સ્વાધ્યાયલોક—૩/સૈનિકમાંથી સંત: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|સૈનિકમાંથી સંત}} {{Poem2Open}} ૧૯૮૨માં સપ્ટેમ્બરની ૧૬મીથી ઑક્ટોબ...")
 
No edit summary
 
Line 7: Line 7:
એકાદ વરસ પછી સેન્ટ ઝેવિયર્સ કૉલેજના ગુજરાતીના અધ્યાપક ભાઈશ્રી રાયમંડ પરમારે સુખદ સમાચાર આપ્યા કે એમણે સંત લોયોલા વિશેની એક નવલકથાનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે અને એ પ્રસિદ્ધ કરવાની એમની ઇચ્છા છે. પણ મારી પ્રસ્તાવના સાથે એ પ્રસિદ્ધ કરવાનો એમનો આગ્રહ હતો. આ નિમિત્તે હું આ નવલકથા અને આ અનુવાદ વાંચી ગયો ત્યારે મારો પૂર્વોક્ત અસંતોષ કંઈક દૂર થયો. આ અનુવાદના વાચનમાંથી મને એટલું સાન્ત્વન પ્રાપ્ત થયું. આ ઋણમાંથી મુકત થવા મેં પ્રસ્તાવના લખવાનું સ્વીકાર્યું.

બૉદલેરે એમની નોંધપોથી ‘Mon coeur mis a nu’ (નગ્નહૃદય)માં નોંધ્યું છે, ‘જે કવિતા કરે છે, જીવનમાં અનેક બલિદાન કરે છે અને સ્વયં જીવનનું બલિદાન કરે છે એવા કવિ, સંત અને સૈનિક સિવાય કોઈ મહાપુરુષો નથી.’ સંત લોયોલા માત્ર સંત ન હતા. સંત થયા તે પૂર્વે એ સૈનિક હતા. એ સૈનિકમાંથી સંત થયા હતા. એ સૈનિક સંત હતા. એ એમની વિશેષતા હતી. આમ, બૉદલેરના મહાપુરુષો અંગેના આદર્શ અનુસાર એ બેવડા મહાપુરુષ હતા. સૌ સંતોમાં આ એમની અનન્યતા હતી.

આ કૃતિ વાંચતો હતો ત્યારે સતત પ્રશ્ન થતો હતો આ નવલકથા છે કે જીવનચરિત્ર છે ? આ જો નવલકથા હોય તો જીવનચરિત્રાત્મક નવલકથા — biographical fiction — છે અને આ જો જીવનચરિત્ર હોય તો નવલકથાત્મક જીવનચરિત્ર — fictionalized biography — છે. કોઈ પણ ઐતિહાસિક મનુષ્ય વિશે જ્યારે આવું સાહિત્યસર્જન થાય ત્યારે એના સાહિત્યસ્વરૂપ અંગે આવો પ્રશ્ન થાય એ અનિવાર્ય છે. આવું સાહિત્યસર્જન નવલકથા અને જીવનચરિત્ર વચ્ચેની, બે સાહિત્યસ્વરૂપો વચ્ચેની સીમાનું ઉલ્લંઘન કરવા માટે સતત ઉત્સુક હોય છે. નવલકથા અને જીવનચરિત્ર વચ્ચે, અલબત્ત, અસામ્ય છે. પ્રત્યેક સ્વતંત્ર સાહિત્યસ્વરૂપ છે, પ્રત્યેકને વિશિષ્ટ લક્ષણો અને વિભિન્ન ગુણધર્મો છે. છતાં બન્ને વચ્ચે એટલું જ સામ્ય છે — બલકે બન્ને વચ્ચે અસામ્યથી વિશેષ તો સામ્ય છે. નવલકથા એટલે નવલ એવી કથા. નવલકથામાં બધું જ — પાત્રો, પ્રસંગો, પરિસ્થિતિ — નવલ હોય એટલે કે કાલ્પનિક હોય. ટૂંકમાં, નવલકથા એટલે કલ્પના. છતાં આ કલ્પનાનો ક્યાંક વાસ્તવ સાથે, સત્ય સાથે પ્રત્યક્ષ નહિ તો પરોક્ષ સંબંધ હોય, હોવો જ જોઈએ. નહિ તો નવલકથા એ પરીકથા બની જાય. જીવનચરિત્ર એટલે જીવનનું ચરિત્ર, કોઈ એક મનુષ્યના જીવનનું ચરિત્ર; કોઈ એક મનુષ્યના જીવનમાં જે કંઈ હોય, જેવું કંઈ હોય, જેટલું કંઈ હોય એનું ચરિત્ર. જીવનચરિત્રમાં બધું જ — પાત્રો, પ્રસંગો, પરિસ્થિતિ સત્ય હોય એટલે કે વાસ્તવિક હોય. ટૂંકમાં, જીવનચરિત્ર એટલે સત્ય, વાસ્તવ. છતાં આ સત્યનો, વાસ્તવનો ક્યાંક કલ્પના સાથે, સંવેદના સાથે પ્રત્યક્ષ નહિ તો પરોક્ષ સંબંધ હોય, હોવો જ જોઈએ. નહિ તો જીવનચરિત્ર એ દસ્તાવેજ બની જાય. જીવનચરિત્રકાર ઇતિ-હ-આસમાંથી, હકીકતમાંથી, વાસ્તવમાંથી પાત્રો, પ્રસંગો, પરિસ્થિતિની પસંદગી કરે છે, એનું વિશ્લેષણ કરે છે, અર્થઘટન કરે છે. એમાં જાણ્યે-અજાણ્યે એની રુચિ-અરુચિ, એનો પક્ષપાત-પૂર્વગ્રહ, પુરસ્કાર-તિરસ્કાર, સ્વીકાર-અસ્વીકાર એટલે કે એની કલ્પના, એની સંવેદના સક્રિય હોય છે. પ્રત્યેક જીવનચરિત્રકાર એક અર્થમાં નવલકથાકાર છે, પ્રચ્છન્ન નવલકથાકાર છે, ‘Truth is stranger than ficiton’ — સત્ય કલ્પનાથીયે વધુ વિચિત્ર છે. આ અંગ્રેજી કથનની સહાયથી નવલકથા અને જીવનચરિત્ર વચ્ચેનું આ સામ્ય-અસામ્ય સમજી-સમજાવી શકાય, વધુ સ્પષ્ટપણે સમજી-સમજાવી શકાય. નવલકથાને આ ‘વધુ વિચિત્ર સત્ય’ સાથે પ્રત્યક્ષ સંબંધ નથી. છતાં નવલકથામાં જે કલ્પના છે અને આ ‘વધુ વિચિત્ર સત્ય’ સાથે પરોક્ષ સંબંધ છે એની પ્રતીતિ થવી જોઈએ. જીવનચરિત્રને આ ‘વધુ વિચિત્ર સત્ય’ સાથે પ્રત્યક્ષ સંબંધ છે. છતાં જીવનચરિત્રને કલ્પના અને સંવેદના સાથે પણ પરોક્ષ સંબંધ છે એની પ્રતીતિ થવી જોઈએ.
આ કૃતિ વાંચતો હતો ત્યારે સતત પ્રશ્ન થતો હતો: આ નવલકથા છે કે જીવનચરિત્ર છે ? આ જો નવલકથા હોય તો જીવનચરિત્રાત્મક નવલકથા — biographical fiction — છે અને આ જો જીવનચરિત્ર હોય તો નવલકથાત્મક જીવનચરિત્ર — fictionalized biography — છે. કોઈ પણ ઐતિહાસિક મનુષ્ય વિશે જ્યારે આવું સાહિત્યસર્જન થાય ત્યારે એના સાહિત્યસ્વરૂપ અંગે આવો પ્રશ્ન થાય એ અનિવાર્ય છે. આવું સાહિત્યસર્જન નવલકથા અને જીવનચરિત્ર વચ્ચેની, બે સાહિત્યસ્વરૂપો વચ્ચેની સીમાનું ઉલ્લંઘન કરવા માટે સતત ઉત્સુક હોય છે. નવલકથા અને જીવનચરિત્ર વચ્ચે, અલબત્ત, અસામ્ય છે. પ્રત્યેક સ્વતંત્ર સાહિત્યસ્વરૂપ છે, પ્રત્યેકને વિશિષ્ટ લક્ષણો અને વિભિન્ન ગુણધર્મો છે. છતાં બન્ને વચ્ચે એટલું જ સામ્ય છે — બલકે બન્ને વચ્ચે અસામ્યથી વિશેષ તો સામ્ય છે. નવલકથા એટલે નવલ એવી કથા. નવલકથામાં બધું જ — પાત્રો, પ્રસંગો, પરિસ્થિતિ — નવલ હોય એટલે કે કાલ્પનિક હોય. ટૂંકમાં, નવલકથા એટલે કલ્પના. છતાં આ કલ્પનાનો ક્યાંક વાસ્તવ સાથે, સત્ય સાથે પ્રત્યક્ષ નહિ તો પરોક્ષ સંબંધ હોય, હોવો જ જોઈએ. નહિ તો નવલકથા એ પરીકથા બની જાય. જીવનચરિત્ર એટલે જીવનનું ચરિત્ર, કોઈ એક મનુષ્યના જીવનનું ચરિત્ર; કોઈ એક મનુષ્યના જીવનમાં જે કંઈ હોય, જેવું કંઈ હોય, જેટલું કંઈ હોય એનું ચરિત્ર. જીવનચરિત્રમાં બધું જ — પાત્રો, પ્રસંગો, પરિસ્થિતિ સત્ય હોય એટલે કે વાસ્તવિક હોય. ટૂંકમાં, જીવનચરિત્ર એટલે સત્ય, વાસ્તવ. છતાં આ સત્યનો, વાસ્તવનો ક્યાંક કલ્પના સાથે, સંવેદના સાથે પ્રત્યક્ષ નહિ તો પરોક્ષ સંબંધ હોય, હોવો જ જોઈએ. નહિ તો જીવનચરિત્ર એ દસ્તાવેજ બની જાય. જીવનચરિત્રકાર ઇતિ-હ-આસમાંથી, હકીકતમાંથી, વાસ્તવમાંથી પાત્રો, પ્રસંગો, પરિસ્થિતિની પસંદગી કરે છે, એનું વિશ્લેષણ કરે છે, અર્થઘટન કરે છે. એમાં જાણ્યે-અજાણ્યે એની રુચિ-અરુચિ, એનો પક્ષપાત-પૂર્વગ્રહ, પુરસ્કાર-તિરસ્કાર, સ્વીકાર-અસ્વીકાર એટલે કે એની કલ્પના, એની સંવેદના સક્રિય હોય છે. પ્રત્યેક જીવનચરિત્રકાર એક અર્થમાં નવલકથાકાર છે, પ્રચ્છન્ન નવલકથાકાર છે, ‘Truth is stranger than ficiton’ — સત્ય કલ્પનાથીયે વધુ વિચિત્ર છે. આ અંગ્રેજી કથનની સહાયથી નવલકથા અને જીવનચરિત્ર વચ્ચેનું આ સામ્ય-અસામ્ય સમજી-સમજાવી શકાય, વધુ સ્પષ્ટપણે સમજી-સમજાવી શકાય. નવલકથાને આ ‘વધુ વિચિત્ર સત્ય’ સાથે પ્રત્યક્ષ સંબંધ નથી. છતાં નવલકથામાં જે કલ્પના છે અને આ ‘વધુ વિચિત્ર સત્ય’ સાથે પરોક્ષ સંબંધ છે એની પ્રતીતિ થવી જોઈએ. જીવનચરિત્રને આ ‘વધુ વિચિત્ર સત્ય’ સાથે પ્રત્યક્ષ સંબંધ છે. છતાં જીવનચરિત્રને કલ્પના અને સંવેદના સાથે પણ પરોક્ષ સંબંધ છે એની પ્રતીતિ થવી જોઈએ.
અહીં આ કૃતિમાં અનેક ગૌણ પાત્રો, પ્રસંગો, પરિસ્થિતિ એ કલ્પનાની, સંવેદનાની સરજત છે. સ્વયં મુખ્ય પાત્ર અંગેની કેટલીક નાનીમોટી વિગતો એ પણ કલ્પનાની, સંવેદનાની સરજત છે. એથી આ કૃતિ જો જીવનચરિત્ર હોય તો નવલકથાત્મક જીવનચરિત્ર છે. જીવનચરિત્રની જે પરંપરાનો ‘Ariel’ આદિમાં આન્દ્રે મોર્વા આદિએ વિકાસ-વિસ્તાર કર્યો એ પરંપરાની આ સાહિત્યકૃતિ છે. પણ એથીયે વિશેષ તો આ કૃતિ વાંચ્યા પછી કોઈ વિદગ્ધ વાચકને, કોઈ અભિજ્ઞ ભાવકને આ જીવનચરિત્રાત્મક નવલકથા છે એવો ઉત્તર પૂર્વોક્ત પ્રશ્ન અંગે આપવાનું સૂઝે તો નવાઈ નહિ.

સંત ઇગ્નાશિયસ લોયોલાનું બાપ્તિસ્મા સમયનું અસલ નામ ઇનિગો. ઇગ્નાશિયસ નામ તો ૨જી સદીના સંત સમા શહીદ ધર્મગુરુ અંત્યોખના ઇગ્નાશિયસના નામ પરથી એમણે પછીથી ધારણ કર્યું હતું. ઇનિગોનો જન્મ ૧૪૯૧માં સ્પેનમાં બાસ્ક ઉત્તરપ્રદેશમાં ગીપુઝકોઆ પ્રાંતમાં લોયોલામાં. માતા મારિયા સાએઝ દ બાલ્દા અને પિતા દોન બૅલ્ત્રાન યાનેઝ દ ઑનાઝ યી લોયોલા. ઇનિગો એમનાં માતાપિતાનાં અગિયારેક — અનૌરસ સંતાનો સમેત તો અગિયારથીયે વિશેષ — સંતાનોમાં સૌથી નાના સંતાન અને પુત્રોમાં સાતમા પુત્ર. પૂર્વજો ૧૩મી સદીથી કાસ્તિલ્લાના રાજાના સૈન્યમાં વંશપરંપરાથી સૈનિકો. હંગરી, નેપલ્સ આદિ યુદ્ધોમાં સક્રિય. યુદ્ધભૂમિ પર શૌર્ય માટે પ્રસિદ્ધ. એથી કુટુંબને યુદ્ધ સેવા માટે લોયોલા ગામ ગરાસમાં પ્રાપ્ત થયું હતું. આમ, કુટુંબમાં શિસ્ત, સંયમ, વ્યવસ્થા, નિષ્ઠા, કર્તવ્ય, આજ્ઞાપાલન આદિ અમીરી આદર્શો. કુટુંબમાં ખાનદાની, પણ તે ગ્રામપ્રદેશની ખાનદાની. જોકે એથી ધીંગી ધરતી સાથે, જગતની અને જીવનની વાસ્તવિકતા સાથે સીધો સંબંધ. કુટુંબ લોયોલામાં અગ્રણી અને શ્રીમંત પણ સમગ્ર સ્પેનમાં તો સામાન્ય અને મધ્યમ વર્ગનું કુટુંબ. કુટુંબ ખ્રિસ્તી પણ કોઈ પણ અન્ય ખ્રિસ્તી જેવું સામાન્ય, સાધારણ ખ્રિસ્તી કુટુંબ. એથી કુટુંબમાં આધ્યાત્મિકતા કે ધાર્મિકતાનું કોઈ વિશેષ વાતાવરણ નહિ. જોકે નાનાપણમાં ઇનિગોનું મુંડન (tonsure) કરવામાં આવ્યું હતું. પણ એ તો મોટપણમાં ઇનિગોને ધર્મસંઘમાં ક્યાંક કોઈક પદ પ્રાપ્ત થાય એ આશાએ. પણ મોટપણમાં ઇનિગો સંત ઇગ્નાશિયસ થશે એવો વહેમ સુધ્ધાં આવી શકે એવું વાતાવરણ તો કુટુંબમાં નહિ જ. વળી સમગ્ર સ્પેનમાં તો મધ્યકાલીન પ્રેમશૌર્ય, ભૌતિક સાહસપરાક્રમ અને દુન્યવી સિદ્ધિ-પ્રસિદ્ધિનું જ વાતાવરણ. ઇનિગોના જન્મના બીજે વરસે જ કોલંબસે સમુદ્રયાત્રાનું સાહસ અને ‘નૂતન જગત’ની શોધનું પરાક્રમ કર્યું હતું. સુભટ થવું, સામંત થવું, અમીરઉમરાવ થવું, રાજારાણીનું — વિશેષ તો રાણીનું — હૃદય જીતવું — આ હતું ઇનિગોનું શૈશવનું રંગબેરંગી સ્વપ્ન, આ હતી ઇનિગોની શૈશવની ચિત્રવિચિત્ર મહેચ્છા. એથી પછી કિશોરાવસ્થામાં એ સંગીત, નૃત્ય, પ્રેમ, શૌર્ય, દ્યૂત, મદ્ય, દ્વન્દ્વ, અસ્ત્ર, શસ્ત્ર આદિ અંગેના જ્ઞાનમાં પારંગત, પણ અક્ષરજ્ઞાનને નામે મોટું મીડું.

Line 27: Line 27:
સુજ્ઞ વાચકના ધ્યાન પર એ પણ આવશે કે ખ્રિસ્તી ધર્મના ઇતિહાસમાં એક મહાન કરુણ ક્ષણે સંત ઇગ્નાશિયસનું આગમન થયું છે. બહારથી અને અંદરથી બન્ને બાજુથી ધર્મસંસ્થાનું અસ્તિત્વ ભયમાં હતું. બહાર વિદ્રોહ હતો અને અંદર વિકૃતિ હતી. ત્યારે ઈશ્વરના એક મહાન સંત સૈનિકે આ વિદ્રોહ અને વિકૃતિ પર વિજય પ્રાપ્ત કર્યો હતો. જાણે કે ઈશ્વરને આ સંત સૈનિકની જરૂર હતી, ઈશ્વરને આ સૈનિક સંતની ગરજ હતી. ભગવાન એના ભક્તોથી શોભે છે ને ? સંત ઇગ્નાશિયસની સંસ્થા એ ઈશ્વરના અસીમ સામ્રાજ્યનું અનંતકાલીન સૈન્ય છે. જીવનના ધર્મક્ષેત્રે-કુરુક્ષેત્રે એમનું અવિરત અવિરામ એવું યુદ્ધ છે. સંત ઇગ્નાશિયસના જીવનકાળમાં આ સૈન્યમાં દસમાંથી હજારેક સૈનિકો થયા હતા. આજે એ હજારેકમાંથી હજારો સૈનિકો થયા છે. આજે પૃથ્વીના ખંડે ખંડે ખૂણે ખૂણે એ સેવા અને શિક્ષણ દ્વારા સતત યુદ્ધમાં મચ્યા રહે છે, રચ્યાપચ્યા રહે છે. સંત ઇગ્નાશિયસની આ સંસ્થાનો મંત્ર છે ‘આજ્ઞા નહિ, આજ્ઞાનું પાલન.’ એનો મુદ્રાલેખ છે, ‘બધાંને માટે બધું થવું અને બધાંનું હૃદય જીતવું.’ સંત ઇગ્નાશિયસનું આ ઈશુવૃન્દ સાચ્ચે જ એકમેવ અદ્વિતીયમ્ એવું ઈશુવૃન્દ છે. જગતમાં આવી અન્ય કોઈ સંસ્થા જોઈ-જાણી નથી. ‘તેમણે કામ શરૂ કર્યું,’ આ કામ કદી પૂરું ન થજો !

ભારતમાં કૃષ્ણ જ એક એવું પાત્ર છે કે જેની આસપાસ સંગીત, નૃત્ય, ચિત્ર, શિલ્પ, સ્થાપત્ય, સાહિત્ય આદિ અનેક કળાઓમાં અસંખ્ય ભવ્યસુંદર કલાકૃતિઓનું મહાન સર્જન થયું છે. તેમ યુરોપમાં ક્રાઇસ્ટ જ એક એવું પાત્ર છે કે જેની આસપાસ પણ એવું જ સર્જન થયું છે. એમાંથી ગુજરાતમાં, ગુજરાતી ભાષામાં જેટલું આવે એટલું ઓછું છે. આજ લગીમાં કેટલુંક આવ્યું છે. હમણાં જ ઈસુદાસે (ફાધર કવેલીએ) અન્ય ગુજરાતીભાષી અનુવાદકોની સહાયથી બાઇબલનો અનુવાદ આપ્યો છે. હવે ભાઈ રાયમંડ પરમાર આ કૃતિનો અનુવાદ આપે છે. ભાઈ રાયમંડ પરમારે સતત ગુજરાતી ગદ્યનું, ગુજરાતી નવલકથાઓનું અધ્યયન-અધ્યાપન કર્યું છે. આ અનુવાદમાં પ્રવાહિતા અને પ્રાસાદિકતા છે. એમાં એમની ગુજરાતી ભાષા વિશેની મૌલિક સૂઝસમજનું અર્પણ તો હોય જ પણ આ અધ્યયન-અધ્યાપનનું પણ કંઈક અર્પણ ન હોય તો જ નવાઈ ! એમનો આ પ્રકારનો પ્રથમ પ્રયત્ન છે, શ્રદ્ધા છે કે એ અંતિમ પ્રયત્ન નથી જ. હવે પછી તેઓ આ નવલકથાના અનુસંધાન જેવી આ જ કર્તાની સંત ફ્રાન્સિસ ઝેવિયર વિશેની નવલકથાનો અનુવાદ આપશે એવી આશા છે. પછી ખ્રિસ્તી ધર્મ વિશેની અન્ય અનેક કૃતિઓનો અનુવાદ આપશે, એટલું જ નહિ મૌલિક કૃતિઓ પણ આપશે એવી પણ આશા છે. તેઓ અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક છે. એટલે અધ્યયન-અધ્યાપન નિમિત્તે, અભ્યાસ નિમિત્તે ‘ગુજરાતમાં ખ્રિસ્તી ધર્મની પરંપરા’ અને ‘ગુજરાતી સાહિત્યમાં ખ્રિસ્તી ધર્મનો પ્રભાવ’ એ વિશે ગ્રંથો આપવાનું પણ વિચારશે. કાનમાં કહું ? એમણે એ વિશે કંઈક વિચાર્યું છે. ભાઈ રાયમંડ પરમારને આ અનુવાદ માટે અભિનંદન અને ભવિષ્યમાં અનેક અનુવાદો અને મૌલિક સર્જનો આપે એવી શુભેચ્છા !

(Louis de Wohlની નવલકથા ‘The Golden Thread’ના રાયમંડ પરમાર અને જે. મંગલમ્‌ના અનુવાદ ‘પતાકા કસુંબલ રંગની’ની પ્રસ્તાવના. ૧૯૮૪)
{{Poem2Close}}
{{Poem2Close}}
{{left|'''?'''}}<br>
{{right|(Louis de Wohlની નવલકથા ‘The Golden Thread’ના રાયમંડ પરમાર અને જે. મંગલમ્‌ના અનુવાદ ‘પતાકા કસુંબલ રંગની’ની પ્રસ્તાવના. ૧૯૮૪)}}<br>

<center> '''*''' </center>
<center> '''*''' </center>