Rich Dad, Poor Dad: Difference between revisions

1 byte removed ,  09:17, 28 October 2023
()
()
Line 44: Line 44:
‘રિચ ડૅડ, પૂઅર ડૅડ’ એ રૉબર્ટ કિઓસાકી દ્વારા લખાયેલું પુસ્તક છે. તમે એને પોતાની અંગત ફાઇનૅન્શ્યલ ગાઇડ બૂક ગણી શકો.  પુસ્તકનું વિષયવસ્તુ લેખકના બે ડૅડ એટલે કે પિતાની આસપાસ ફરે છે. એક તો કિઓસાકીના પોતાના પિતા (પૂઅર ડૅડ) અને એના જિગરી દોસ્ત માઇકના પિતા (રિચ ડૅડ). પૈસા કમાવા પ્રત્યેનો બંનેનો અભિગમ તદ્દન અલગ હતો.  

પૈસા કમાવાની બાબતમાં બંને ડૅડ એકબીજાથી જુદું  જ વિચારતા હતા અને એટલે જ પૈસો કમાવાની બંનેની રીત પણ અલગ પડતી હતી. એક બાજુ એના ‘પૂઅર ડૅડ’ હતા જે પરંપરાગત શિક્ષણ અને નોકરીની સલામતીના દાયરાની બહાર નીકળવા માંગતા નહોતા. જ્યારે બીજી બાજુ એના ‘રિચ ડૅડ’ હતા જે આર્થિક બાબતોમાં સુશિક્ષિત બનવા ઉપર ભાર આપતા હતા અને ગણતરીપૂર્વકનાં જોખમ લઈને મૂડીરોકાણ કરવાના હિમાયતી હતા.  

પૈસા કમાવા માટે કિઓસાકી પોતાના ‘રિચ ડૅડ’ની પદ્ધતિ અપનાવવાની સલાહ આપે છે અને પોતાની વાત વધુ અસરકારક રીતે રજૂ કરવા કેટલાક કિસ્સાઓ પણ ટાંકે છે. એમના મતે આર્થિક સ્વતંત્રતા પ્રાપ્ત કરવા માટે નાણાંકીય બાબતોનું જ્ઞાન હોવું જરૂરી છે. ઍસેટ, લાયેબિલિટી, કૅશ ફ્લો અને પૈસો તમને મહેનત વગર કેવી રીતે વધારે પૈસા કમાવી આપે છે તે તમામ બાબતો વિશે જાણકારી હોવી જરૂરી છે.  

વધારામાં પુસ્તક તમને ‘રૅટ રેસ’ વિશે પણ જાણકારી આપે છે. રૅટ રેસ એવી બલા છે કે જેમાં અટવાયેલો માણસ રોજેરોજના ખર્ચા કાઢવા માટે  મહેનત કરવામાંથી ઊંચો જ નથી આવતો, એટલું જ નહીં પણ આર્થિક સદ્ધરતા પ્રાપ્ત કરવાને બદલે કાયમ દેવાના ડુંગર હેઠળ દબાયેલો રહે છે. કિઓસાકી આ ચક્કરમાંથી વેળાસર બહાર નીકળી જવાની સલાહ આપે છે. એ કહે છે કે મૂડી રોકતી વખતે એ ધ્યાન રાખો કે તમારું રોકાણ તમને વધારે પૈસા કમાવી આપે, એટલે કે એક ઍસેટ સાબિત થાય. એ કહે છે કે ધનવાન બનવું હોય તો દર મહિને મળતા પગારનું પ્રલોભન છોડીને મૂડીરોકાણ દ્વારા સંપત્તિનું સર્જન કરો.  

‘રિચ ડૅડ, પૂઅર ડૅડ’ સરળ અને રોચક શૈલીમાં લખાયેલું પુસ્તક છે. આર્થિક સદ્ધરતા મેળવવા માટેની ચીલાચાલુ સલાહોની ઉપરવટ જઈને એક નવી વિચારધારા રજૂ કરવા બદલ પુસ્તકની ભારોભાર પ્રશંસા થઈ છે. આર્થિક રીતે સધ્ધર બનવા માગતા વાચકોમાં આ પુસ્તક ખૂબ લોકપ્રિય  થયું છે. આ પુસ્તકે અનેક વાચકોને પોતાનું આર્થિક ભવિષ્ય મજબૂત બનાવવાની પ્રેરણા આપી છે.  