કાવ્યાસ્વાદ/૩૫

Revision as of 10:18, 11 February 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૩૫

અત્યારે તો મને એક જાપાની કવિ તામુરા રુઇમિની કવિતા યાદ આવે છે : એક કવિતાનો જન્મ થાય એ માટે તો કેટલી બધી વસ્તુઓનો નાશ કરવો પડે છે! કેટલા ગોળીબાર, કેટલી હત્યા! વિષ ઘોળીને પી જવાનું, અત્યન્ત પ્રિય હોય તેને પણ ત્યજવાનું. આ ચાર હજાર દિવસ અને ચાર હજાર રાતવાળા આકાશને જ જુઓ ને! ચાર હજાર રાતની નિઃશબ્દતા, ચાર હજાર દિવસોનો પ્રકાશ – એક ટજ્ઞ્ૂકડા પંખીને ટહુકો ફૂટે એટલા માટે આ બધું. કવિને એ ટહુકો જોઈએ માટે આટલો બધો વ્યય. તમે સાંભળો તો ખરા : વરસાદમાં લદબદ શહેરોમાંથી અને કારખાનાંઓના ધુમાડાથી ધૂંધવાતા ભઠ્ઠામાંથી, બદ્વઙરોના ધક્કા પરથી, ઉનાળામાં ધખધખતી કોલસાની ખાણમાંથી આવે છે ચાર હજાર દિવસોનો પ્રેમ, ચાર હજાર રાતોનો વિષાદ, ચાલ્યાં આવે છે કારણ કે આપણને એક ભૂખથી ટળવળતા બાળકની આંખમાં આંસુ લાવવાં છે. એટલા માટે આપણે આટલો બધો દુર્વ્યય કરીએ છીએ. યાદ રાખો, આ બધું એક ગરીબડા કૂતરાને ભયભીત જોવા ઇચ્છતા હતા તે માટે! આપણે જે નથી જોતા તે એ કૂતરો જુએ છે, આપણે જે નથી સાંભળતા તે એ સાંભડ્ઢે છે ચાર હજાર રાતના તરંગો, ચાર હજાર દિવસની કજળી ગયેલી સ્મૃતિઓ – એ બધાંને આપણે આટલા ખાતર ઝેર પાઈ દઈએ છીએ.