ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કનક-૨

From Ekatra Wiki
Revision as of 13:33, 1 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


કનક-૨ [ઈ.૧૬મી સદી] : ખરતરગચ્છના જૈન સાધુ. જિન-માણિક્યસૂરિના શિષ્ય. જિનમાણિક્યસૂરિના આચાર્યકાળ (ઈ.૧૫૨૬-ઈ.૧૫૫૬)માં રચાયેલ ૫૦ કડીના ‘મેઘકુમારનું ચોઢાળિયું/મેઘકુમારનો ટૂંકો રાસ’ના કર્તા. આ કવિ જિનમાણિક્યના આજ્ઞાનુવર્તી અને ઈ.૧૫૫૦માં હયાત કનકતિલક ઉપાધ્યાય હોવાની સંભાવના છે. સંદર્ભ : ૧. યુજિનચંદ્રસૂરિ;  ૨. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૩. મુપુગૂહસૂચી. [વ.દ.]