ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેવીદાસ-૩

From Ekatra Wiki
Revision as of 13:29, 17 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


દેવીદાસ-૩ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ૭ કડીમાં ખરતરગચ્છના ઉપાધ્યાય સમયસુન્દર (અવ. ઈ.૧૬૪૬)ની પ્રશસ્તિ ગાતા ને એમને આશીર્વચન ઉચ્ચારતા આ કવિ જૈન શ્રાવક કે સાધુ કરતાં કોઈ બ્રાહ્મણ કે ચારણ કવિ હોવાનો સંભવ વધારે છે. કૃતિ : ઐજૈકાસંગ્રહ (+સં.). [ર.ર.દ.]