ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મહિમા-મહિમા સૂરિ-૧

Revision as of 11:44, 7 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


મહિમા/મહિમા(સૂરિ)-૧ [ઈ.૧૬૬૬માં હયાત] : આગમગચ્છના જૈન સાધુ. ગુજરાત અને મારવાડની તીર્થયાત્રાના નિરૂપણ સાથે જૈન મંદિરો તથા મૂર્તિઓની સંખ્યા આપતી ૫૪ કડીની ‘ચૈત્યપરિપાટી’ (ર.ઈ.૧૬૬૬/સં.૧૭૨૨, શ્રાવણ-૩, ગુરુવાર; મુ.)ના કર્તા. કૃતિ : પ્રાતીસંગ્રહ : ૧. સંદર્ભ : ૧. ઐરાસંગ્રહ : ૧, ૩; ૨. જૈસાઇતિહાસ;  ૩. જૈગૂકવિઓ : ૨.[ર.ર.દ.]