ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિજ્યકુશલશિષ્ય

Revision as of 16:31, 15 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


વિજ્યકુશલશિષ્ય [ઈ.૧૬૦૫માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદેવસૂરિ-વિજ્યકુશલના શિષ્ય. દુહામાં રચાયેલી ‘શીલરત્ન-રાસ’ (ર.ઈ.૧૬૦૫) કૃતિના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. જૈગૂકવિઓ : ૩(૧). [કી.જો.]