ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સંઘહર્ષ

Revision as of 12:04, 21 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


સંઘહર્ષ : આ નામે ૧૫ કડીનું ‘નેમિજિન-ગીત’ (લે.ઈ.૧૫૧૮) તથા ૧૨૫ કડીનું ‘વીરનિર્વાણગર્ભિત દિવાળી-સ્તવન’ (લે.ઈ.૧૮૮૯) મળે છે. તેમના કર્તા કયા સંઘહર્ષ છે તે નિશ્ચિત થતું નથી. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]