ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સૌભાગ્યસુંદર ગણિ-૧

Revision as of 12:56, 22 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


સૌભાગ્યસુંદર(ગણિ)-૧ [ઈ.૧૫૭૧માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનદેવસૂરિની પરંપરામાં દેવસમુદ્રના શિષ્ય. ૩૩૭ કડીની ‘દેવકુમાર-ચોપાઈ’ (ર.ઈ.૧૫૭૧/સં.૧૬૨૭, અસાડ સુદ ૬, ગુરુવાર)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [ર.ર.દ.]