એકતારો/સલામો

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સલામો


  • સલામો કરૂં બીજના ચાંદને,

સલામો જમીંને ને આસ્માં તને!
સલામો ચમનને ને વેરાનને
ઉછેર્યો તમે એક ઈન્સાનને. ૧

દીઠાં છે ન કાશી કે કાબા અમે,
કુરાનો પુરાણો પડ્યાં નૈ અમે,
ન નાપાક કે પાકના ભેદની
કિતાબો અમે ઉમ્રભરમાં ભણી. ર

અમે જે હતા ઢૂંઢતા તે જડ્યું
અહીં એક ઈન્સાનને દિલ ભર્યું
નયન નીતર્યું ને સબકથી સર્યું
નૂરે–વસ્લ: એણે વતનને ધર્યું. ૩

અમે મિસ્કિનોને શી દૌલત મળી!
ગરૂરી વધી નૈ, ગઈ ઓગળી.
હતા કંજુસો કાળજૂના અમે ,
ગયા વીફરી, રે ફના કાં ગમે! ૪

  • મૌલાના અબુલ કલામ આઝાદને અંજલિ