કાવ્ય-આચમન શ્રેણી – કૃષ્ણલાલ શ્રીધરાણી/૨૭. કવિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૨૭. કવિ

થિબ્ઝ જીત્યું, થિબ્ઝ લૂંટ્યુંઃ ક્રૂર એ સિકંદરેઃ
શહેર બ્હાર મ્હેફિલો ઉડાવી એ ભયંકરે.
મસ્ત એ પડ્યો પડ્યો જુવે છ હસ્તિરાજ શો !
તરંગ આવતાં કર્યો અવાજ સિંહનાદ શો.
“સેવકો ! લગાડો આગ ! દુશ્મનોય થાય ખાખઃ
ભસ્મસાત આજ થિબ્ઝને કરો ! રહે ન રાખ.”
વાક્ય સાંભળ્યું ન ત્યાં હજાર સૈનિકો કૂદે,
પશુ બની મશાલધારી ધાયઃ શ્હેરીઓ ધ્રૂજે.
“રહો, ઊભા રહો ! કહું હું, વાત એક સાંભળોઃ
બાળજો બધુંય આગ ન લગાડશો ગૃહે
કવિ તણા.” વદી જરાક શ્વાસ લૈ સિકંદરે
શરૂ કર્યુંઃ કુલોચનેથી આંસુ એક તો સર્યું.
“પશુ બન્યો હું, બાળવા પ્રજા બધી શરૂ કરી;
પ્રાણ એ પ્રજા તણો ન બાળવોય છે નકી !”

૧૨-૯-’૨૯
(કોડિયાં, પૃ. ૧૩૫)