કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૪૧.પથ્થરો પોલા હશે...

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૪૧.પથ્થરો પોલા હશે...

ચિનુ મોદી

પથ્થરો પોલા હશે કોને ખબર ?
મિત્ર બ્હૌ બોદા હશે કોને ખબર ?
એમની આંખો ભીંજાઈ’તી ખરી;
આંસુઓ કોરાં હશે કોને ખબર ?
(એ)