કાવ્ય-આચમન શ્રેણી – પન્ના નાયક/૪. તમે શું કહેશો?
Jump to navigation
Jump to search
તરફડાટ એટલે…?
તમે કહેશો
જલ બહાર આણેલી
કોઈ માછલીને પૂછી જુઓ!
પણ
ઘૂઘવતા ઉદધિની ભીતર
જે
કોરું કોરું તરફડે
એને
તમે શું કહેશો?
(વિદેશિની, પૃ. ૨૮-૨૯)