કાવ્ય-આચમન શ્રેણી – પ્રજારામ રાવળ/વેણુ વસંતની
૭. વેણુ વસંતની
વેણુ-વસંતની વાગી!
ડાળીએ ડાળીએ પાંદડે પાંદડે ફાગણ ઊઠ્યો જાગી!
વનમાં રોમેરોમમાં સૂતી,
ઝબકી લાલ અગન;
અરુણ તરુણ કૂંપળે જાણે
ભડકે બળે વન!
આજ પ્રભાતે વનરાવનમાં ફાગણની લ્હેર લાગી!
– વેણુ૦
આજ નહીં ભૂત, આજ ના ભાવિ,
એક છે સાંપ્રત આજે,
પળપળનું ભરપૂર ભરી ઉર,
‘આજ’નો ઉત્સવ બાજે!
આજ કેસૂડા રંગમાં મનની રંગાઈ ગઈ વરણાગી!
– વેણુ૦
(‘પદ્મા’, પૃ. ૪૫)