કાવ્ય-આચમન શ્રેણી – શૂન્ય પાલનપુરી/૪૭. લીલાલહેર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૪૭. લીલાલહેર


જીવન હો અમૃત કે ઝેર,
ખાવું, પીવું, લીલા-લહેર.

ખટકે ઊંડે ઊંડે દિલમાં,
એ જ અસલ અણિયાળો શેર.

આવ બતાવું જીવનસિદ્ધિ,
જોયો પેલો રાખનો ઢેર!

ચાલે છે ખુશ્બૂની વાટે,
પહોંચે સીધો ફૂલને ઘેર.

છોડ અભરખા શૂન્ય થવાના,
ઈશ્વરથી કાં બાંધે વેર?

શૂન્ય ગયા’તા ઈશને મળવા,
ગઢવી ભોળા ઘેરના ઘેર!

(શૂન્યનો વૈભવ, પૃ. ૪૪૮)