ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/અ/એક ભૂલ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
એક ભૂલ

ધૂમકેતુ

એક ભૂલ (‘ધૂમકેતુ’: ‘તણખા’ મંડળ-૧, ૧૯૨૬) શાકપીઠમાં રખડીને સાથે ઊછરેલાં અનાથ પ્યારેમોહન અને બંસી વિખૂટાં પડી જાય છે. અભ્યાસ પૂરો કરી શાકપીઠના સુપરવાઈઝર તરીકે નિમાયેલા અને પડોશીના બાબાને તેડીને શાકપીઠ ગયેલા પ્યારેમોહનને ઓળખી ગયેલી શાકવાળી બંસી બાબા માટે દાડમ આપી દુકાન અને શહેર છોડી દે છે. અત્યાર સુધી પ્યારેમોહનની રાહ જોતી બંસીની જેમ પ્યારેમોહન બંસીની આશાપૂર્વક રાહ જોવાનું શરૂ કરે છે – એવા, બાળવયની પ્રેમ-અવિચળતાના વિષયનિરૂપણમાં સફળતા મળી છે.
ર.