ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/અ/એક મુલાકાત

એક મુલાકાત

સુરેશ હ. જોષી

એક મુલાકાત (સુરેશ હ. જોષી; ‘અપિ ચ’, ૧૯૬૪) શ્રીપતરાયને મળવા ગયેલા નાયક હસમુખ ત્રિવેદીના ચિત્તમાં પ્રભાવ અને ભયને કારણે રચાતું ભાવજગત અને અંતે વાસ્તવમાંથી થતું એનું પલાયન કલ્પનશ્રેણીઓની સંરચનાથી પ્રત્યક્ષ કર્યું છે. વાર્તા સ્થૂળ વીગતોને બદલે સૂક્ષ્મ સૂચનો પર નિર્ભર છે.
ચં.