ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/દ/દસની નોટ
Jump to navigation
Jump to search
દસની નોટ
રજનીકુમાર પંડ્યા
દસની નોટ (રજનીકુમાર પંડ્યા; ‘રજનીકુમાર પંડ્યાની શ્રેષ્ઠ વાર્તાઓ’, સં. રમણલાલ પાઠક, ૧૯૯૭) કર્કશા મા અને સમભાવી બાપના દીકરા મોરારે આફ્રિકાવાસી જીવરાજ કાનજીનો બોલાવ્યો એની કન્યા જોવા જવાનું છે પણ એની પાસે ટિકિટના પૂરા પૈસા નથી. અધવચ્ચે ઊતરીને એ પહોંચી તો જાય છે પણ કન્યા પ્રજ્ઞા સાથેની વાતોથી અંદાજ આવી જાય છે કે ફેરો ફોગટ છે. પ્રજ્ઞાએ એની ચોપડીમાં મૂકેલી દસની નોટ નજરે પડતાં મોરાર વળતાં બસભાડા માટે માગે છે ને વાળી દેવાની ખાતરી આપે છે. એવી જરૂર નથી એમ કહેતાં પ્રજ્ઞા કહે છે : “આપણા હથેવાળા વખતે પહેલાં જ શુકનમાં માગી લઈશ.” સરળહૃદયી માણસનું પણ મૂલ થાય છે એ વાત સરસ રીતે કહેવાઈ છે.
ર.