ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/પ/પ્રતીતિ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
પ્રતીતિ

ધીરેન્દ્ર મહેતા

પ્રતીતિ (ધીરેન્દ્ર મહેતા; ‘સમ્મુખ’, ૧૯૮૫) માતા વિદુલા પુત્રી સુચેતાના શેખર સાથેના પ્રણયસંબંધથી સર્જાનારી એકલતાની કલ્પનાથી શેખર વિશે નકાર કેળવી બેસે છે. શેખરને ના પાડવા ગયેલી સુચેતાના પ્રથમ પ્રણયના સાદૃશ્યે વિદુલા પોતાના ભુવન સાથેના એવા જ સંબંધનું સ્મરણ અનુભવી પ્રણયની નિશ્ચલ પ્રતીતિને અવિચ્છિન્ન રાખવા મથે છે. પ્રેમની તીવ્રતાનું બે સમાન્તર સ્તરે થતું સંકુલ નિરૂપણ વાતને આસ્વાદ્ય બનાવે છે.
ર.