ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/મ/મોટી ઉધરસ
Jump to navigation
Jump to search
મોટી ઉધરસ
ઓલિયા જોશી
મોટી ઉધરસ (ઓલિયા જોશી; ‘ઓલિયાજોશીનો અખાડો’, ૧૯૨૬) બાળક રમણિકને મોટી ઉધરસ થઈ ગયાની ચિંતામાં પડેલી પત્નીના એક પછી એક હુકમને તાબે થઈ પતિ છેવટે ડૉક્ટરને બોલાવી લાવતા, બાળકના ગળામાંથી સોપારીની કટકી નીકળે છે - એવા પ્રસંગનું નિરૂપણ અહીં રમણભાઈ નીલકંઠની શૈલીના અનુકરણમાં થયું છે છતાં વસ્તુસંકલના ધ્યાન ખેંચે તેવી બની છે.
ચં.