ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/મ/મોરબંગલો

From Ekatra Foundation
Jump to navigation Jump to search
મોરબંગલો

હરિકૃષ્ણ પાઠક

મોરબંગલો (હરિકૃષ્ણ પાઠક; ‘મોરબંગલો’, ૧૯૮૮) પિતાની બદલી થતાં વતન અને એનાં ઘર: મોરબંગલોથી વિખૂટા પડ્યા પછી વર્ષો વીત્યે નાયક પોતાને ગામ જઈ ચડે છે. પુરાણી સ્મૃતિઓ સાથે ગામપ્રવેશ કરતો નાયક વતનનાં બદલાયેલાં નાક-નકશાથી દુભાઈ જાય છે ને મોરબંગલો જોવાનું માંડી વાળી વળતી બસ પકડવા પાછો ફરે છે. શૈશવની ખોવાયેલી દુનિયા માટેના ઝુરાપાનું નિરૂપણ આ વાર્તાની કરોડરજ્જુ છે.
ર.