ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ય/યાદ અને હું

યાદ અને હું

જયંત ખત્રી

યાદ અને હું (જયંત ખત્રી; ‘ફોરાં’, ૧૯૪૪) સાત વરસ પછી પોતાના ગામમાં પાછા ફર્યા પછી નાયક યાદની દુનિયા અને વર્તમાનની દુનિયા સાથે સાંકળ સાધી શકતો નથી છતાં દિલરૂબાવાદક હાસમ, વેશ્યા ગુલાબ અને શંકર, એ ત્રણેના વિશેષ સંબંધની કથા ત્રુટક ત્રુટક મળતી કડીઓમાંથી ઊપસે છે. ચિત્રો અને વર્ણનો વાર્તાનાં મુખ્ય અંગ બનીને આવે છે.
ચં.