ગુજરાતી બાળવાર્તા સંપદા/વનપરીની ઇચ્છા
રેખા ભટ્ટ
શહેરથી દૂર દૂર એક મસ્ત મજાનું જંગલ હતું. હવે જંગલ એટલે તમે જાણતો જ છો. એમાં ઘટાદાર વૃક્ષો હતાં, ઝરણાં હતાં, ધધો હતા, બાજુમાં વહેતી નાનકડી નદી હતી અને ઘણાં બધાં પ્રાણીઓ અને પક્ષીઓ પણ રહેતાં હતાં. આવું સરસ જંગલ હોય એમાં ફરવું કોને ના ગમે ? એટલે શહેરમાંથી લોકો ફરવા આવે. પીકનીક કરે, ટ્રેકિંગ કરે અને રાત્રે રોકાય પણ ખરાં. બાળકો તો હોય જ, તે બાળકો તો આખું જંગલ ગજવી મૂકે. ડુંગર ચડે, ધોધો નીચે નહાય....નદીમાં નહાય અને ઝાડની ડાળીઓ પર ઝૂલ્યા કરે અને ગીત ગાય. ‘અમે ઝાડની ડાળીઓએ ઝુલ્યાં, કે પંખીઓનું ટોળું થયું અમે તાળીઓ લઈ દઈ કુદયાં, કે ડાળીઓને ઝૂકવું પડ્યું.’ હવે આટલી બધી ધીંગામસ્તી થતી જોઈને એ જંગલમાં રહેતી વનપરીને બહુ મજા પડી ગી. વનપરીને જેગલ ખૂબ ગમે જંગલની અંદર ફરે અને બધાં વૃક્ષો, પ્રાણીઓ અને પંખીઓનું ધ્યાન રાખે. તે હવે બાળકોના આવવાથી જંગલ ગુંજતું થયું એટે વનપરી પણ રાજી રાજી થઈને બાળકોને મળવા નીકળી પડી. વનપરીને આવતી જોઈ બધાં વૃક્ષોએ એના માનમાં પોતાની ડાળીઓ ઝૂકાવી દઈ નમસ્કાર કર્યા. વનપરીને ગાઢ જંગલમાં રસ્તો દેખાય એટલે સૂરજદાદા એ કિરણો મોકલી અજવાળું કર્યું. ઝરણાંઓએ મસ્તીમાં વનપરી પર પાણીની છાલક મારી તે એની તો આંખો ભીંજાઈ ગઈ. હવે ? પવન મદદમાં દોડી આવી પાંખો સુકવી આપી. પંખીઓ તો વનપરીને જોઈ ગયાં તો કલબલ કલબલ કરી આખું જંગલ ગજાવ્યું. વનપરીને થયું આખું જંગલ મને કેટલો બધો પ્રેમ કરે છે ? પછી મારે પણ એમનું રક્ષણ કરવું જ જોઈએને ! આવું વિચારતી વનપરી બાળકો પાસે આવીને એમના માથે હાથ ફેરવવા લાગી. બાળકો પણ વનપરીની કોમળ આંખો જોઈ નવાઈ પામ્યાં. પછી બધાં વનપરી સાથે વાતો કરવા લાગ્યાં. વનપરી કહે, ‘તમને અમારા જંગલમાં મજા આવી ?’ ‘હા...આ...આ.. .બહુ બહુ મજા આવી અમને. કેટલું સુંદર જંગલ છે ? કેટલાં બધાં પંખીઓ છે અને નદીપણ કેટલી સરસ છે ? અમને તો અહીં મજા પડી ગઈ છે. બાળકોએ એકી અવાજે જવાબ આપ્યો.’ ‘બાળકો, તમને જેવું જંગલ વ્હાલું છે. પણ આજકાલ નવા રસ્તા અને મકાનો ખૂબ બનતાં જાય છે એટલે મને વ્હાલાં વૃક્ષો કપાતાં જાય છે. અને તેને કારણે પક્ષીઓ પણ ઊડી જાય છે. ઝરણાં અને નદીઓ સૂકાઈ જાય છે. તેથી મને ખૂબ ચિંતા થાય છે કે આમને આમ જંગલો કપાશે તો શું થશે ?’ ‘વાત તો સાચી, વૃક્ષો ઉગાડી તો શકોને ? કોઈએ વાવેલાં વૃક્ષોને પાણી તો પાઈ શકો ને ? એ કંઈ અઘરું નથી. ‘હા, હોં એટલું તો જરૂર કરી શકીએ.’ પરી તો આટલું સાંળીને ખૂબ રાજી રાજી થઈ ગ. એની આંખોમાં હરખનાં આંસુ આવી ગયાં. તેણે બધાં બાળકોને બાથ ભીડી દીધી. ‘વનપરી, તું આમજ હસતી રહેજે. અમે બધાં બાળકો તને વચન આપીએ છીએ કે અમે વૃક્ષોને સાચવીશું એમને ઉછેરીશું પાણી પાઈશું. અને અમારા ઘર આગળ લીમડો, આંબો, મહુડો, ગુલમહોર, આસોપાલવર, ગરમાળો, એવા વૃક્ષો વાવીશું અને સાચવીશું. તો, તો હું ત્યાં પણ મારાં વક્ષો અને પક્ષીઓને મળવા આવી. વનપરી બોલી ઉઠી. ‘હા, અને અમારી સાથે રમવા આવજે. નાનો બંટી બોલ્યો. બાળકો અને વનપરી સૌ આ સાંભળીને હસી પડ્યાં. પછી બાળકોએ ભેગાં થઈને, ખુરપીથી નાના નાના ખાડા ખોદી દીધા, અને વરસાદની રાહ જોવા લાગ્યાં. જેવો વરસાદ પડ્યો કે તરત જ એમના આજુબાજુ બાવળની કાંટાવાળી ડાળીઓ રોપી દીધી. પપ્પા થોડા વૃક્ષોના છોડ લઈ આવ્યા. અને સૌએ સાથે મળીને રોપી દીધા કેમ ના કરે ? એમણે તો વનપરીને વચન આપ્યું હતું એટલે હવે આ બાળકો પેલા છોડવાઓનું ધ્યાન રાખે છે. રોજ પાણી પીવડાવે છે. કેમકે એમને ખબ૨૨ છે આ બધું જોઈને વનપરી રાજી થશે, અને એમની સાથે રમવા આવશે. વનપરીને તો વૃક્ષો, પંખીઓ વહાલાં છે. અને હસતાં રમતાં બાળકો પણ અને ખૂબ વહાલા છે. ‘લહેરાતાં વૃક્ષો જોઈ, વનપરી આવશે, પંખીઓનો કલબલ સાંભળીને આવશે, બાળકોને ઝૂલતા જોઈ વનપરી આવશે, એમનો ખીલખીલાટ સાંભળીને આવશે.’