ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અભયકુશલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અભયકુશલ [ઈ.૧૬૮૧માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. કીર્તિરત્નસૂરિની પરંપરામાં પુણ્યહર્ષના શિષ્ય, ૨૭ ઢાળની ‘ઋષભદત્તરૂપવતી-ચોપાઈ’ (૨. ઈ.૧૬૮૧/સં. ૧૭૩૭, ફાગણ સુદ ૧૦), પુણ્યહર્ષના અનશનપૂર્વક સ્વર્ગગમન પછી રચાયેલા સ્તૂપ અને થયેલ પ્રતિષ્ઠા-ઉત્સવની માહિતી આપતી ૮ કડીની ‘પુણ્યહર્ષ-ગીત’ અને હિન્દી-રાજસ્થાનીમાં ૫૬ કડીની ‘વિવાહપટલભાષા/વિવાહવિધિવાદ-ચોપાઈ’ એ કૃતિઓના કર્તા. સંદર્ભ : ૧. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૩ - ‘કતિપય ઐતિહાસિક ગીતોંકા સાર’, અગરચંદ નાહટા;  ૨. જૈગૂકવિઓ : ૩ (૨); ૩. મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]