ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અભયતિલક

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અભયતિલક [ઈ.૧૩મી સદી મધ્યભાગ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનપતિસૂરિના પટ્ટધર જિનેશ્વરસૂરિના શિષ્ય. ઈ.૧૨૩૫માં દીક્ષા, ઈ.૧૨૬૩માં ઉપાધ્યાયપદ. અપભ્રંશપ્રધાન ગુજરાતીમાં રચાયેલ ૨૧ કડીના ‘મહાવીર-રાસ/વીર-રાસ’ (મુ.)ના કર્તા. આ કાવ્ય ઈ.૧૨૫૧/૧૨૬૧માં જિનેશ્વરસૂરિએ ભીમપલ્લીના મંડલિકવિહારમાં વીરપ્રભુની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી હતી એના મહોત્સવને વર્ણવે છે એ તે અરસાની જ રચના જણાય છે. આ કવિએ સંસ્કૃતમાં ‘દ્વયાશ્રયકાવ્ય-વૃત્તિ’ પર ટીકા (૨. ઈ.૧૨૫૬), ‘ન્યાયાલંકારટિપ્પન’ અને ‘વાદસ્થલ’ એ કૃતિઓ પણ રચી છે. કૃતિ : ૧. ઐજૈકાસંગ્રહ (+સં); ૨. પ્રાગુકાસંચય (+સં); ૩. જૈનયુગ, કાર્તિક અને માગશર ૧૯૮૩ - ‘વીરરાસ’, સં. લાલચંદ્ર ભ. ગાંધી. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [વ.દ.]