ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અહમદ
Jump to navigation
Jump to search
અહમદ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : મુસ્લિમ કવિ. અવટંકે દેસાઈ.ખોલવડ(જિ. નવસારી)ના વતની. પીર કાયમુદ્દીનની પરંપરામાં નબીમિયાંના અનુયાયી. એમની પ્રેમલક્ષણાભક્તિની ૨ ગરબીઓ તથા યોગમાર્ગની પરિભાષાને યોજતું ભક્તિબોધનું ૧ કલામ એ કૃતિઓ મુદ્રિત મળે છે. કૃતિ : ભક્તિસાગર, સં. હરગોવનદાસ હરકીશનદાસ, ઈ.૧૯૨૯ (+સં.) [ર.ર.દ.]