ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/ઋષભદાસ-રિખભદાસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ઋષભદાસ/રિખભદાસ : આ નામથી ૧૫ કડીના ‘ઋષભદેવબારમાસા’ (મુ.), ૧૫ કડીના ‘રાજિમતીના બારમાસ’ અને અન્ય હિન્દી-ગુજરાતી મુદ્રિત-અમુદ્રિત પદ, લાવણી, સ્તવન, સઝાય મળે છે તે કયા ઋષભદાસનાં છે તે કહેવું મુશ્કેલ છે. હિન્દી કૃતિઓ કદાચ કોઈ અર્વાચીન કવિની પણ હોય. કૃતિ : ૧. અસસંગ્રહ; ૨. જૈકાપ્રકાશ:૧; ૩ . જૈકાસંગ્રહ; ૪. જૈપ્રપુસ્તક:૧; ૫. લોંપ્રપ્રકરણ. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. લીંહસૂચી; ૩. હૈજૈજ્ઞાસૂચિ:૧.[હ.યા.]