ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કલ્યાણચંદ્ર ગણિ-૧
Jump to navigation
Jump to search
કલ્યાણચંદ્ર(ગણિ)-૧ [ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. કીર્તિરત્નસૂરિના શિષ્ય. તેમણે ઈ.૧૪૬૧માં ગુરુ પાસેથી આચારાંગની વાચના લીધી હોવાની માહિતી મળે છે. એમની, દીક્ષાકુમારી સાથેના વિવાહને કારણે ‘વિવાહલો’ એ સંજ્ઞાથી ઓળખાવાયેલી ૫૪ કડીની ‘કીર્તિરત્નસૂરિ-વિવાહલો’ તથા ૧૮ કડીની ‘કીર્તિરત્નસૂરિ-ચોપાઈ’ (મુ.) એ કૃતિઓ કીર્તિરત્નસૂરિ ઈ.૧૪૬૯માં અનશન કરી સ્વર્ગે ગયા પછી રચાયેલી છે અને એમનું ચરિત્રવર્ણન કરે છે. કૃતિ : ઐજૈકાસંગ્રહ(+સં.). સંદર્ભ : ૧. જૈન સત્યપ્રકાશ, જૂન ૧૯૫૧ - ‘દો વિવાહલોંકા ઐતિહાસિક સાર’, અગરચંદ નાહટા; ૨. જૈમગૂકરચનાએં : ૧. [હ.યા.]