ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કલ્યાણહર્ષ-૨
કલ્યાણહર્ષ-૨ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૮મી સદી આરંભ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનરત્નસૂરિની પાટે આવેલા જિનચંદ્રસૂરિના રાજ્યકાળ (ઈ.૧૬૫૫-ઈ.૧૭૦૭)માં રચાયેલા એમની પ્રશસ્તિ કરતા ૫ કડીના ગીત(મુ.)ના કર્તા. કૃતિ : ઐજૈકાસંગ્રહ (+સં.). [હ.યા.]