< ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧
કાશીદાસ-૩ [ ] : મોરારજીપુત્ર. જ્ઞાતિએ લુહાર. દયાદરાના વતની. ધંધાર્થે કારેલા વસેલા. એમને નામે થાળનાં ૨ પદ (મુ.) તથા નીતિની છૂટક કવિતા નોંધાયેલી છે.
કૃતિ : બૃકાદોહન : ૮ (+સં.).
સંદર્ભ : ગુજૂકહકીકત. [ચ.શે.]