ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કાશીદાસ-૨


કાશીદાસ-૨ [ઈ.૧૮૧૮માં હયાત] : પેટલાદ પરગણાના ચાચરવેદી મોઢ બ્રાહ્મણ. ભગવાનની ભક્તવત્સલતાનું સરળ શૈલીમાં નિરૂપણ કરતી ૧૨ પદની ‘નરસિંહની હૂંડી’ (૨. ઈ.૧૮૧૮/સં. ૧૮૭૪, ચૈત્ર સુદ ૩, સોમવાર; મુ.)ના કર્તા.

કૃતિ : નકાદોહન(+સં.).
[ચ.શે.]