કાશીરામ કાશીરામ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : સુરત પાસે કતારગામના કોળી. સારા જ્યોતિષી. ગરીબીઓ-પદોના કર્તા. તેમની ૧ કૃતિ ‘રાધાપાર્વતીનો સંવાદ’ નામે પણ નોંધાયેલી છે. જુઓ અમથારામ. સંદર્ભ : ફાત્રૈમાસિક, એપ્રિલ-જૂન ૧૯૩૯ - ‘સુરતના કેટલાક સંતો અને ભક્તકવિઓ’, માણેકલાલ શં. રાણા. [ચ.શે.]