ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ્ઞ/જ્ઞાનવિજય-૫


જ્ઞાનવિજય-૫ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયધર્મસૂરિના શિષ્ય. વિજયધર્મસૂરિના આચાર્યકાળ (ઈ.૧૭૫૩-ઈ.૧૭૮૫) દરમ્યાન રચાયેલી તેમની ગુણપ્રશસ્તિ કરતી ૯ કડીની ‘વિજયધર્મસૂરિ-સઝાય’ (મુ.)ના કર્તા.

કૃતિ : ઐસમાળા(+સં.).
[શ્ર.ત્રિ.]