ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ્ઞ/જ્ઞાનસોમ
Jump to navigation
Jump to search
જ્ઞાનસોમ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : લઘુ તપગચ્છના જૈન સાધુ. હેમવિમલસૂરિની પરંપરામાં વિમલસોમ (આચાર્યકાળ ઈ.૧૬૧૧-ઈ.૧૬૪૨)ના શિષ્ય. હેમસોમની પાટે આવેલ વિશાલસોમને વિષય કરીને રચાયેલ ૩૭ કડીના ‘ગુરુ-બાર માસ’ તેમ જ ગુરુવિષયક તથા અન્ય ગીતોના કર્તા. સંદર્ભ : ૧. જૈન પરંપરાનો ઇતિહાસ : ૩, મુનિ દર્શનવિજય વગેરે, ઈ.૧૯૬૪; ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]