ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દાનવિમલ
Jump to navigation
Jump to search
દાનવિમલ [ઈ.૧૮મી સદી મધ્યભાગ] : તપગચ્છના જૈન સાધુ. વિબુધવિમલસૂરિ (આચાર્યકાળ ઈ.૧૭૪૨થી ઈ.૧૭૫૮)ના શિષ્ય. ‘દાન’ એ નામછાપથી મળતા ૭ કડીના ‘નેમિનાથ-જિનસ્તવન’ (મુ.)ના કર્તા. કૃતિ : પ્રાસ્તરત્નસંગ્રહ : ૨. [ર.ર.દ.]