ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેવકમલ


દેવકમલ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ) : ખરતરગચ્છના જૈન સાધુ. દયાકલશના શિષ્ય. ઉપાધ્યાય સાધુકીર્તિ (અવ. ઈ.૧૫૯૦)ની પ્રશસ્તિ કરતી ૪ કડીની ગહૂંલી (લે. ઈ.૧૫૬૯; મુ.)ના કર્તા.

કૃતિ : ઐજૈકાસંગ્રહ ( સં.).
[કી.જો.]