ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેવકલશ


દેવકલશ [ઈ.૧૫૧૩માં હયાત] : ઉપકેશગચ્છના જૈન સાધુ. વાચક દેવકુમારની પરંપરામાં ઉપાધ્યાય દેવકલ્લોલના શિષ્ય. ૩૦૧ કડીની ‘ઋષિદત્તા-ચોપાઈ’ (ર. ઈ.૧૫૧૩)ના કર્તા.

સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨; ૨. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૩. મુપુગૂહસૂચી.
[કી.જો.]