ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નંદદાસ


નંદદાસ : આ નામે કૃષ્ણભક્તિનાં હિંદી-ગુજરાતી પદો (કેટલાંક મુ.), ‘વિરહમંજરી’, ‘અનેકાર્થમંજરી’-એ કૃતિઓ મળે છે. તેના કર્તા કયા નંદદાસ છે તે સ્પષ્ટપણે કહી શકાય એમ નથી. કૃતિ : ભાસાસિંધુ.

સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ડિકેટલૉગબીજે; ૩. ડિકેટલૉગભાવિ; ૪. ફૉહનામાવલિ.
[કી.જો.; શ્ર.ત્રિ.]