નંદિવર્ધન(સૂરિ) [ઈ.૧૫૩૨માં હયાત] : રાજગચ્છના જૈન સાધુ. પદ્માનંદસૂરિના શિષ્ય. ઈ.૧૫૧૫નો એમનો પ્રતિમાલેખ મળે છે. એમણે ‘યાદવ-રાસ’ (ર.ઈ.૧૫૩૨) રચેલ છે.