ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નયરંગ વાચક
નયરંગ(વાચક) [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનભદ્રસૂરિની શાખામાં વાચક ગુણશેખરના શિષ્ય. એમણે ‘અર્જુનમાલી-ચરિત્ર/સંધિ’ (ર.ઈ.૧૫૬૫/સં. ૧૬૨૧, જેઠ સુદ ૧૦), ૩૯ કડીની ‘મુનિપતિ-ચોપાઈ’ (ર.ઈ.૧૫૫૯/સં. ૧૬૧૫, ફાગણ સુદ ૯), ૫૯ કડીની દુહાબદ્ધ ‘ગૌતમપૃચ્છા’ (ર.ઈ.૧૫૫૭/સં. ૧૬૧૩, વૈશાખ વદ ૧૦), ‘સત્તર ભેદી-પૂજા’ (ર.ઈ.૧૫૬૨/સં.૧૬૧૮, આસો સુદ ૧૦), ૭૧/૭૨ કડીની ‘કેશીપ્રદેશી-સંધિ’, ૧૦૮ કડીની ‘ગૌતમસ્વામી-છંદ’, ૩૩ કડીની ‘ચોવીસજિન-સ્તુતિ’, ૩૧ કડીની ‘કલ્યાણક-સ્તવન’, ૩૫ કડીની ‘જિનપ્રતિમા-છત્રીસી’, ‘કુબેરદત્તા-ચોપાઈ’, ૪ કડીની ‘ગુર્વાવલી’ (મુ.), તથા ૨૦ કડીની ‘અતિમુક્ત સાધુ-ગીત’ એ કૃતિઓ રચેલી છે. એમણે સંસ્કૃતમાં ‘પરમહંસ સંબોધ-ચરિત્ર’ (ર.ઈ.૧૫૬૮) તથા સ્વોપજ્ઞવૃત્તિ (સંસ્કૃત?) સાથે પ્રાકૃતમાં ‘વિધિ-કંદલો’ (ર.ઈ.૧૫૬૯) રચેલ છે. કૃતિ : ઐજૈકાસંગ્રહ (+સં.) સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો; ૨. યુજિનચંદ્રસૂરિ; ૩. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈસલમેર કે જૈન જ્ઞાનભંડારો કે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથો કી સૂચી’, અગરચંદ નાહટા. ૪. જૈગૂકવિઓ : ૩(૧); ૫. ડિકેટલૉગભાઈ : ૧૯(૨). [કી.જો.]