ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નારણ-૧ નારાયણ દાસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


નારણ-૧/નારાયણ(દાસ) [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : સંતરામ મહારાજના શિષ્ય. વાંકાનેરના નિવાસી. યોગમાર્ગની પરિભાષામાં આત્મજ્ઞાનને રજૂ કરતા ૭ કડીના પદ (મુ.)ના કર્તા. કૃતિ : પદસંગ્રહ, પ્ર. સંતરામ સમાધિસ્થાન, સં. ૨૦૩૩ (ચોથી આ.). સંદર્ભ : ચરોતર સર્વસંગ્રહ : ૨, સં. પુરુષોત્તમ છ. શાહ, ચંદ્રકાન્ત ફ. શાહ, ઈ.૧૯૫૪. [શ્ર.ત્રિ.]