ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પરમાણંદ-૧


પરમાણંદ-૧ [ઈ.૧૪૯૬માં હયાત] : તપગચ્છન જૈન સાધુ. આણંદવિમલસૂરિની પરંપરામાં હર્ષાણંદના શિષ્ય. ૧૦૨ કડીની ‘હીરવિજયસૂરિનિર્વાણ-રસ’ (ર.ઈ.૧૪૯૬/સં. ૧૫૫૨, આસો વદ ૭)ના કર્તા.

સંદર્ભ : ૧. જૈન પરંપરાનો ઇતિહાસ : ૩, મુનિશ્રી દર્શનવિજય વગેરે, ઈ.૧૯૬૫;  ૨. જૈગૂકવિઓ : ૧.
[કી.જો.]